દુનિયાની સૌથી મોટી કંપનીએ પોતાના કર્મચારીઓની છટણી કરવાની કરી તૈયારી, જાણો શું છે કારણ | The worlds largest company google has prepared to lay off its employees know the reason

ગૂગલમાં (Google) કામ કરતા કર્મચારીઓ તેમની નોકરીને લઈને જોખમમાં છે. કંપનીએ કોઈપણ માહિતી આપ્યા વિના આ મહિનામાં તેના કર્મચારીઓનું જોઇનિંગ ફ્રીઝ કરી દીધું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેઓ કંપનીના ઘણા કર્મચારીઓના પ્રદર્શનથી સંતુષ્ટ નથી.

દુનિયાની સૌથી મોટી કંપનીએ પોતાના કર્મચારીઓની છટણી કરવાની કરી તૈયારી, જાણો શું છે કારણ

Google

Image Credit source: Google

ટેક કંપની ગૂગલ (Google) જે વિશ્વની શ્રેષ્ઠ અને સૌથી મોટી કંપનીઓમાંની એક છે, તેના કર્મચારીઓની (Google Employee) છટણી કરવાની તૈયારી કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના કર્મચારીઓને ચેતવણી જાહેર કરી છે કે જો તેમના પ્રદર્શનથી કંપનીમાં પરિણામ નહીં દેખાય તો તેમને ટૂંક સમયમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. ગૂગલ ક્લાઉડ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સામાન્ય રીતે વેચાણ ઉત્પાદકતા અને એકંદર ઉત્પાદકતાની સમીક્ષા કરશે. કંપનીનું માનવું છે કે જો આગામી ક્વાર્ટરના પરિણામો સારા ન દેખાય તો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. ગૂગલના વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

કર્મચારીઓનું જોઇનિંગ ફ્રીઝ કરવામાં આવ્યું

ગૂગલમાં કામ કરતા કર્મચારીઓ તેમની નોકરીને લઈને જોખમમાં છે. વાસ્તવમાં, કંપનીએ કોઈપણ માહિતી આપ્યા વિના આ મહિનામાં તેના કર્મચારીઓનું જોઇનિંગ ફ્રીઝ કરી દીધું છે. આ પહેલા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેઓ કંપનીના ઘણા કર્મચારીઓના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. આ સાથે 2022ના બીજા ક્વાર્ટરમાં કંપનીની કમાણી ઓછી રહેવાની ધારણા છે. કંપનીના પ્રથમ ક્વાર્ટરમાં પણ આવું જ જોવા મળ્યું છે.

ઉત્પાદકતા માટે પ્રયત્નશીલ

સર્ચ એન્જિન કંપની ગૂગલે હાલમાં જ પોતાના કર્મચારીઓની કામગીરી વધારવા માટે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે. કંપનીએ ‘સિમ્પલિસિટી સ્પ્રિન્ટ’ નામની નવી શરૂઆત કરી છે. આ ઉપરાંત, સુંદર પિચાઈ અપેક્ષા રાખે છે કે તેમના કર્મચારીઓ એક કલ્ચર કેળવવાનું શરૂ કરે જે મિશન કેન્દ્રિત હોય. આ સાથે પિચાઈનું કહેવું છે કે 2023માં કંપની ઓછું રોકાણ કરશે અને ઓછા કર્મચારીઓની ભરતી કરશે.

આ પહેલા વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે પણ 1800 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. માઈક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલી આ છટણીઓ વિશ્વના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટે કહ્યું કે તેઓ કંપનીનું ‘પુનઃગઠન’ કરી રહ્યા છે અને 1,800 કર્મચારીઓની છટણી પણ તેનો એક ભાગ છે. કંપનીમાં કુલ 1.81 લાખ કર્મચારીઓ કામ કરે છે અને નોકરીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓની સંખ્યા કુલ કર્મચારીઓની સંખ્યાના 1 ટકા છે.

 1800 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા

કર્મચારીઓને હટાવવા અંગે એક ટીવી ચેનલને માઈક્રોસોફ્ટે કહ્યું કે વિશ્વની બાકીની કંપનીઓની જેમ માઈક્રોસોફ્ટ પણ તેના બિઝનેસનું નિયમિત ઓડિટ કરે છે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરે છે. એક સમાચાર અનુસાર જે કર્મચારીઓને માઈક્રોસોફ્ટ દ્વારા છુટા કરવામાં  આવ્યા છે તેઓ માઈક્રોસોફ્ટના કન્સલ્ટિંગ, કસ્ટમર અને પાર્ટનર સોલ્યુશન વિભાગમાં કામ કરતા હતા.

أحدث أقدم