ભાવનગર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ચેરમેન, ડે.મેયરે નીચે આવી રજૂઆત સાંભળી
- સીટી બસ શરૂ કરવાની રજૂઆત માટે જતા કોર્પો.ના દરવાજા બંધ કરી દીધા, નગરસેવકો પણ પાછા ફર્યા
ભાવનગર શહેરની સીટી બસની સુવિધા મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બંધ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જતા કોર્પોરેશનની કચેરીના મુખ્ય બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે કોર્પોરેશનના કર્મચારીઓ પણ દોઢ કલાક જેટલા પુરાઈ રહ્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા શહેરની બંધ થયેલી સીટી બસ સુવિધા શરૂ કરવા માટે કોર્પોરેશન ખાતે મેયરને રજૂઆત કરવા જવાના હતા. આપના કાર્યકરો કોર્પોરેશન પહોંચે તે પૂર્વે જ કોર્પોરેશન બિલ્ડિંગના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી આપના કાર્યકરોએ બિલ્ડીંગ બહાર સૂત્રોચાર અને ધરણા પણ કર્યા હતા.
કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગના તમામ દરવાજા બંધ કરી દેવાને કારણે બિલ્ડિંગની અંદર રહેલા તમામ અધિકારી કર્મચારીઓ સાંજે 6 વાગ્યા સુધી પુરાઈ રહ્યા હતા. જ્યારે કોર્પોરેશનમાં જવા માટે આવેલા નગરસેવકો પણ અંદર જઈ શક્યા ન હતા અને પરત ફર્યા હતા. અંતે સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર નીચે આવી આપની રજૂઆતો સાંભળી હતી.