No results found

    કાકરાપાર નજીક ખાડામાં નાહવા પડેલો યુવક ડૂબ્યો, યુવક વેલ્ડિંગના કામ માટે આવ્યો હતો | A young man who had to bathe in a pit near Kakrapar drowned, the young man had come for welding work

    વ્યારા42 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    વ્યારા તાલુકાના વાઘપાણી ગામે વેલ્ડીંગ સહિત અન્ય કામકાજ માટે આવેલ એક 44 વર્ષીય ઈસમ નાહવા માટે પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા જ્યાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતુ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામના રોહિત ફળિયામાં પરેશભાઈ અમરતભાઈ સોલંકી તેના પરિવાર સાથે રહે છે તેમજ વેલ્ડીંગ સહિત અન્ય કામકરી જીવન ગુજારે છે. તેઓ કામકાજ અર્થે તેઓ અવારનવાર વ્યારાના વાઘપાણી ખાતે અવરજવર કરતા હતા.

    ગત રોજ પરેશભાઈ અમરતભાઈ સોલંકી ઉમર 44 કામકાજ પૂર્ણ કરી દીધું હતું, જે બાદ વાઘપાણી ગામે શાંતિ સ્ટોન ક્વોરીની સામે આવેલા એક વરસાદી પાણી ભરેલા ખાડામાં નાહવા ગયા હતા. જ્યાં ઉંડા પાણીમાં તેઓ ડૂબી જતા તેમનું મરણ થયું હતું. જે બનાવ અંગે તેમના પુત્ર એ કાકરાપાર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ કાકરાપાર પોલીસ મથકનાં એ.એસ.આઇ ધર્મેશભાઈ રમેશચંદ્રએ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/orig_53_1660089350.jpg

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال