ચોખંડાના યુવાનને મારી નાખવાની ધમકી મળતાં ફરિયાદ; 3 સ્થળોએ જુગારના દરોડામાં 13 શખ્સો ઝડપાયા; સલાયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો | Chokhanda youth complains of receiving death threats; 13 people nabbed in gambling raids at 3 locations; A drunk bike driver was caught in Salaya

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Chokhanda Youth Complains Of Receiving Death Threats; 13 People Nabbed In Gambling Raids At 3 Locations; A Drunk Bike Driver Was Caught In Salaya

દ્વારકા ખંભાળિયા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા ભરતભાઈ વજશીભાઈ ગોજીયા નામના 32 વર્ષના આહીર યુવાનને બાબુ ભોજા ગોજીયા નામના શખ્સે ફરિયાદી ભરતભાઈની બાઈક આડે પોતાની કાર અથડાવી બાઈકમાં નુકસાની કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી શખ્સ પશુની હેરફેરનો ધંધો કરતો હોય અને તેના વાહનને પોલીસ પકડી લેતી હોય, તે વાહન ફરિયાદી ભરતભાઈ પોલીસ પાસે પકડાવી દેતા હોવાનો ખાર રાખી આ બનાવ બન્યો હોવાનું ભરતભાઈ ગોજીયાની ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 337, 427, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.

ભાણવડમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં તેર શખ્સો ઝડપાયા
ભાણવડના રોહિતવાસ વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, ગોપાલ સોમા મકવાણા, પ્રકાશ બાબુ પરમાર અને હિરેન દિનેશ સોલંકી નામના ત્રણ શખ્સોને રૂ. 7,100 ના મુદ્દામાલ સાથે જ્યારે તાલુકાના ભોરીયા ગામેથી મોડી રાત્રિના સમયે તીનપત્તીનો જુગાર રમતા આલા હરદાસ સોલંકી, વિનોદ દેવશી કારેણા, પ્રવીણ વેજા સોલંકી, ખીમા સોલંકી, હિરેન રાજા કણેત અને ભોજા ખીમા સોલંકી નામના છ શખ્સોને રૂપિયા 5,220ના મુદ્દામાલ સાથે ઉપરાંત કૃષ્ણગઢ ગામેથી કાના મેપા સોલંકી, જયેશ ગોકળ કોળી, હમીર આલા ધ્રાંગુ અને જેતા રણમલ સોલંકી નામના ચાર શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

સલાયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો
​​​​​​​ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા પાલા હરજુગ ભાચકન નામના 34 વર્ષના શખ્સને સલાયા મરીન પોલીસે ચેક પોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 20 હજારની કિંમતની મોટરસાયકલ પર નીકળતાં તેને ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post