ભારતના આ શહેરમાંથી મળી 9મી સદીની ઐતિહાસિક ધરોહર, 26 મંદિર-26 ગુફાઓની સાથે સાથે મળ્યુ શિવલિંગ | Viral News ASI found ancient treasures 26 temples buddhist monuments in bandhavgarh forest reserve
Gujarati News » Photo gallery » Viral News ASI found ancient treasures 26 temples buddhist monuments in bandhavgarh forest reserve
Viral News : ભારતમાં પ્રાચીન કાળથી અનેક સંસ્કૃતિઓ આવી હતી. જેના કેટલાક અવશેષો સમયે સમયે મળતા આવે છે. હાલમાં જ ભારતમાં જ ભારતના એક શહેરમાં આવા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.
મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.
26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.
બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.
Most Read Stories
About the Author
API Publisher /
Author & Editor
Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.
0 comments:
Post a Comment