Thursday, September 29, 2022

Ahmedabad: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, આરોપી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી કરતો હતો બ્લેકમેલ | Complaint registered of rape with 14 year old minor accused blackmailed by identifying himself as a journalist

કુબેરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો ગયો છે. આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતી. અને 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

Ahmedabad:  14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, આરોપી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી કરતો હતો બ્લેકમેલ

ફોટો – આરોપી

Ahmedabad: કુબેરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ (Abuse of a minor) કરનાર આરોપી ઝડપાયો ગયો છે. આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતી. અને 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ખુદ ને પત્રકાર કહેતો કોણ છે આ નરાધમ જોઈએ આ અહેવાલમાં.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી નીરવ ભંડેરીએ પોતાની દીકરીની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી 36 વર્ષનો છે. અને 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્યાર બાદ તેના ન્યૂડ ફોટો પાડીને સગીરાને બ્લેકમેઇલ કરી 5 લાખની માંગણી કરતો હતો. જો પૈસા નહિ આપતા સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેનું શોષણ કરતો હતો. સમગ્ર ઘટનની જાણ સગીરાના પરિવારને થતા તેમને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી નીરવ ભંડેરીની ધરપકડ કરી.

આરોપી નીરવ ભંડેરી પોતાને પત્રકાર તરીકેની ઓળખ આપે છે. અને ચાંદખેડા વિસ્તારમાં રહે છે. આરોપી પરણિત છે અને એક સંતાનનો પિતા પણ છે. 2019માં સગીરાની માતા શુટિંગમાં બ્યુટીશન તરીકે કામ કરતી હતી. તે સમયે ભોગ બનનાર સગીરાની માતાના આરોપીના સંપર્કમાં આવી હતી. ત્યારે આરોપીએ ધર્મની બહેન બનાવીને ઘરે અવર જવર શરૂ કરી હતી. આ દરમ્યાન સગીરાની મોટી બહેનને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી. પરંતુ માતાએ ના પાડતા આરોપીએ ઘરે જઈને તોફાન કર્યું. અને ત્યાર બાદ ફરિયાદીની 14 વર્ષની નાની દીકરીને ટાર્ગેટ કરીને પ્રેમ સંબધ બનાવ્યા હતા. અને તેની સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેઇલ શરૂ કર્યું હતું. અને અવાર નવાર બહાર લઈ જઈને દુષ્કર્મ આચર્યું.

મહત્વનું છે કે, 14 વર્ષની સગીરા અને આરોપી નીરવ મેસેજમાં અશ્લીલ વાતો કરતા અને ફોટો જોતા માતા એ જોઈ લીધા હતા. જેથી સગીરાને ઠપકો આપ્યો. આરોપીએ સગીરાને પામવા તેના સાવકા પિતા છેડતી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે અરજી કરી. પરંતુ પોલીસ તપાસમાં આરોપી નિરવનો ભાંડો ફૂટતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો. હાલમાં પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.