Tuesday, September 27, 2022

અમદાવાદમાં નવરાત્રીના બીજા દિવસે પણ વરસ્યો વરસાદ

[og_img]

  • અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં વરસ્યો જોરદાર વરસાદ
  • નવરાત્રીમાં વરસાદ થવાની હવામાન વિભાગે કરી હતી આગાહી
  • બીજા દિવસે પણ વરસાદ થતા ગરબા આયોજકોમાં ચિંતા પ્રસરી

છેલ્લા કેટલાય દિવસોથી હવામાન વિભાગ વરસાદની આગાહી કરી રહ્યું છે જે સાચી થઇ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ગઈકાલે નવરાત્રીના પહેલા જ દિવસે અમદાવાદના બાપુનગર રખિયાલ ઠક્કરબાપાનગર સહીત પૂર્વના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયો હતો.

ત્યારે, આજે બીજા નોરતે પણ અમદાવાદમાં વરસાદ થયો છે. આજે નવરાત્રીના બીજા દિવસે અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં જોરદાર વારસદ થયો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે બપોર બાજ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નવરાત્રીના ભવ્ય ગરબાનું આયોજન કરનાર ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.