IND vs SA T20 Live Score: ટીમ ઈન્ડિયા સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર, ઘર આંગણે થશે કસોટી | India vs South Africa T20 Series 2022 live score and updates IND vs WI cricket match today playing XI 28th September in Gujarati

IND Vs SA T20 Match Live Updates: ટી-20 વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા માટે પોતાની તૈયારીઓને પરખવાની અંતિમ તક છે.

IND vs SA T20 Live Score: ટીમ ઈન્ડિયા સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર, ઘર આંગણે થશે કસોટી

Thiruvananthapuram માં રમાઈ રહી છે પ્રથમ ટી20 મેચ

| Edited By: Avnish Goswami


Sep 28, 2022 | 6:27 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ કપની તૈયારીઓની કસોટી કરવાની મોટી તક છે. ભારતે (Indian Cricket Team) તાજેતરમાં જ ત્રણ મેચની T20I શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. હવે તેની કોશિશ હશે કે આ સિરીઝ પણ તેના નામે થાય. ઉપરાંત, તે આ શ્રેણીમાં તેની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકા હજુ સુધી ભારતમાં ટી-20 સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયા (Team India) આ વખતે તેને આ ઘા આપવા ઈચ્છશે.

LIVE Cricket Score & Updates