“કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર” (Congress Yatra)યાત્રા સિદસર મુકામે પહોંચી છે. ખોડલધામ મુકામે કોંગ્રેસની યાત્રા પહોંચતા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ(Naresh Patel)દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.કોંગ્રેસ નેતાઓએ ખોડલધામ ખાતે માના દર્શન કરી નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022 ) લઇને રાજકીય પક્ષોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. જેમાં “કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર” (Congress Yatra)યાત્રા સિદસર મુકામે પહોંચી છે. રાજકોટથી(Rajkot) કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સાંસદ શક્તિસિંહ સહિત કોંગ્રેસના ધારાસભ્યો યાત્રા સાથે સિદસર પહોંચ્યા છે.તો બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલાથી પણ કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીષ ડેર ધાર્મિક યાત્રા સાથે સિદસર પહોચ્યા છે.યાત્રા દરમિયાન ખોડલધામ મુકામે કોંગ્રેસની યાત્રા પહોંચતા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ(Naresh Patel)દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.કોંગ્રેસ નેતાઓએ ખોડલધામ ખાતે માના દર્શન કરી નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.
માના દ્વાર સર્વસમાજ માટે ખુ્લ્લા
ધાર્મિક યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ખોડલધામ ખાતે પાટીદાર આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરતા રાજકીય માહોલ ગરમાયો છે.કોંગ્રેસ નેતાઓ આ યાત્રાનો હેતુ માત્રને માત્ર ધાર્મિક હોવાનું જણાવી રહ્યા છે.તો નરેશ પટેલ કોંગ્રેસ નેતાઓના આમંત્રણને માન આપીને ખોડલધામ પહોંચ્યા હોવાનું જણાવી માના દ્વાર સર્વસમાજ માટે ખુ્લ્લા હોવાનું જણાવી રહ્યા છે.