Pakora Baby Name: માતા-પિતાએ પોતાના બાળકોનું નામ રાખ્યું 'પકોડા', લોકોએ આપ્યા આવા રિએક્શન | Pakora Baby Name Parents named their children Pakoda people gave such reactions

Child Name : ઘણીવાર માતા-પિતા પોતાના બાળકનું નામ રાખવામાં ગૂંચવાતા હોય છે. બ્રિટનના એક માતા-પિતાએ પોતાના નવજાત બાળકનું એવુ નામ પાડ્યુ કે આખી દુનિયામાં તેની ચર્ચા થવા લાગી.

Pakora Baby Name: માતા-પિતાએ પોતાના બાળકોનું નામ રાખ્યું 'પકોડા', લોકોએ આપ્યા આવા રિએક્શન

Pakoda Baby Name

Image Credit source: twitter

Unique Child Names: પરિવારમાં નવા બાળકનો જન્મ થવો એ દરેક પરિવારજન માટે ખુશીના સમાચાર હોય છે. તેનાથી દરેક વ્યક્તિ ખુશી અનુભવે છે. મા-બાપ માટે આ ખુબ યાદગાર ક્ષણ હોય છે પણ આ બાળકનું નામ રાખવામાં દરેક વ્યક્તિ ગુંચવાતા હોય છે. આપણા ભારતમાં રાશિના આધારે નામ રાખવામાં આવે છે. રાશિમાં આવતા અક્ષરો પરથી શરુ થતા નામ મા-પિતા પસંદ કરતા હોય છે. ઘણી જગ્યાએ બાળકની ફોઈ તેનું નામ પાડે છે. ઘણા બાળકોના એવા ફની નામ આપવામાં આવે છે કે, બાળક મોટા થાય ત્યારે તેમને તેમાના નામથી જ ચીતરી ચઢવા લાગે છે. પણ કેટલાક બાળકોના નામ એટલા યુનિક હોય છે કે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં બ્રિટનમાં (British) બાળકના નામને લઈને આવી જ એક ઘટના બની છે. સોશિયલ મીડિયા પર તેને લગતો એક ફોટો વાયરલ થયો છે.

બ્રિટનમાં એક માતા-પિતાએ પોતાના બાળકનું નામ ભારતીય ડિશ પરથી રાખ્યું છે. તેમણે પોતાના બાળકનું નામ પકોડા (Pakora) રાખ્યુ છે. સોશિયલ મીડિયામાં બ્રિટનના આ નવજાત બાળકનો ફોટો અને એક રેસ્ટોરેન્ટનું પકોડાનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. લોકો આ ફોટો જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા અને પછી ખડખડાટ હસ્યા પણ હતા.

આ રહ્યો એ વાયરલ ફોટો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ થયેલો આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ પર હજારો લાઈક આવી છે. સોશિયલ મીડિયા યુઝર આ ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર પોતાની ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ રહ્યા સોશિયલ મીડિયા યુઝરની પ્રતિક્રિયા