Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Richa Chadha: રિચા-અલીના લગ્નમાં હશે રાજૌરી ગાર્ડનના છોલે ભટુરેથી લઈને ચાટ સુધીની વાનગીઓ, જુઓ મેનુ | Richa chadha and ali fazal off to delhi for their wedding choley bhature to chaat rajouri garden to be in menu
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના (Richa Chadha And Ali Fazal) લગ્ન ટૂંક સમયમાં થવાના છે. તેમના વેડિંગ ઈન્વિટેશનથી લઈને વેન્યૂ સુધી તેમના લગ્ન સાથે જોડાયેલી દરેક બાબતો ચર્ચામાં રહી છે.
એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના આઈકોનિક સ્ટ્રીટ ફૂડ, નેચર ઈન્સ્પાયર ડેકોરેશનથી લઈને રાહુલ મિશ્રા, ક્રેશા બજાજ અને અબુ જાની અને સંદીપ ખોસલાના ખાસ ડ્રેસ સુધી, રિચા ચઢ્ઢાના લગ્નમાં બધું જ ખાસ છે. આ કપલના લગ્ન ગુરુવાર અને શુક્રવારથી દિલ્હીમાં બે અલગ-અલગ જગ્યાએ શરૂ થવા જઈ રહ્યા છે.
અમૃતસરમાં જન્મેલી અને દિલ્હીમાં મોટી થયેલી રિચા દેશની રાજધાની સાથે ખાસ કનેક્શન ધરાવે છે. લગ્નમાં એવા તમામ એલીમેન્ટ્સ હશે જે આ કપલ માટે યુનિક છે, જેમાં ભોજન, સુશોભન જેવા એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે. પ્રી-વેડિંગ ફંક્શનમાં રિચા માટેના આઉટફિટ ક્રિશા બજાજ અને રાહુલ મિશ્રા દ્વારા બનાવવામાં આવશે. આ સિવાય અલી અબુ જાની-સંદીપ ખોસલા અને શાંતનુ-નિખિલના આઉટફિટમાં જોવા મળશે.
જ્યારે ભોજનની વાત આવે છે ત્યારે મેનૂ એક મજેદાર આઈકોનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને રાજૌરી ગાર્ડનના છોલે ભટુરેથી નટરાજ ની ચાટ સુધી, સમગ્ર દિલ્હીમાંથી રિચાની મનપસંદ વાનગીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ભોજન બનાવતી વખતે તેમની આપેલી વિગતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
રિચાના મિત્રના ઘરની લોન એ જગ્યા છે જ્યાં રિચાની મહેંદી અને સંગીત સેરેમની થશે. આ જગ્યા જૂની યાદોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેના દિલની નજીક છે, અહીં તેણે અભ્યાસ કર્યો હતો. તે લાકડું, ફૂલો, જ્યુટ સહિત ઘણા એલિમેન્ટ સાથે નેચરથી ઈન્સપાયર્ડ હશે. તે બંને એકટ્રેસનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન મચ અવેટેડ લગ્નોમાંથી એક છે. તેમના વેડિંગ ઈન્વિટેશનથી લઈને વેન્યૂ સુધી તેમના લગ્ન સાથે જોડાયેલી દરેક બાબતો ચર્ચામાં રહી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ હોલીવુડ સ્ટાર્સ ગેરાર્ડ બટલર અને જુડી ડેન્ચ એકટર્સ લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે.