No results found

    મ્યૂઝિક સાંભળી મંત્રમુગ્ધ થઈ ડોલ્ફિન, લોકોએ કહ્યું- So Cute, જુઓ 10 Viral Video | Viral video man charmed dolphin by playing violin watch 10 viral videos see Viral Video

    વાયરલ ક્લિપ (Viral Video)માં જોઈ શકાય છે કે જ્યારે એક્વેરિયમની મુલાકાત લેનાર સંગીતકાર વાયોલિન પર ધૂન વગાડે છે, ત્યારે ડોલ્ફિન તેને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.

    મ્યૂઝિક સાંભળી મંત્રમુગ્ધ થઈ ડોલ્ફિન, લોકોએ કહ્યું- So Cute, જુઓ 10 Viral Video

    Dolphin Viral Video

    Image Credit source: Twitter

    સંગીતમાં એટલી શક્તિ છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થાય છે. સારું સંગીત મનુષ્ય અને પ્રાણીઓ બંનેને મંત્રમુગ્ધ કરી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને કંઈક એવું જ લાગે છે. જેમાં બે ડોલ્ફિન વાયોલિન (Dolphin)ની ધૂન માણતી જોવા મળે છે. વાયરલ ક્લિપ (Viral Video)માં જોઈ શકાય છે કે જ્યારે એક્વેરિયમની મુલાકાત લેનાર સંગીતકાર વાયોલિન પર ધૂન વગાડે છે, ત્યારે ડોલ્ફિન તેને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે.

    સંગીતમાં કેટલી શક્તિ છે તેનું જીવંત ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક વ્યક્તિ aquarium ની પાસે ઊભો રહીને વાયોલિન વગાડવાનું શરૂ કરે છે, ત્યારે તેની ધૂનથી આકર્ષિત થઈને બે ડોલ્ફિન માછલીઘરના કાચ પાસે પહોંચી જાય છે.

    આ પછી, મંત્રમુગ્ધ થઈને, તે વાયોલિનની ધૂન સાંભળવાનું શરૂ કરે છે. આ વીડિયો ખરેખર અદ્ભુત છે, કારણ કે આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ ક્યૂટ દેખાતો વીડિયો ટ્વિટર પર LovePower નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોનાર દરેક યુઝર તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

    તો આ વીડિયો બતાવે છે કે ડોલ્ફિનને પણ સંગીત ગમે છે. હવે આવા જ 9 અન્ય વીડિયો પર નજર કરીએ, જે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال