No results found

    લ્યો બોલો ! માર્કેટમાં આવ્યા બ્લૂબેરી અને સ્ટ્રોબેરી સમોસા, લોકો એ કહ્યુ- આ તો હદ થઈ ગઈ | Viral video Blueberry and strawberry samosas came in market

    Strawberry-Blueberry samosa: ભારતીયો અલગ અલગ વાનગીઓ ખાવાના શોખીન છે. તેના માટે ઘણા લોકો અવનવા અખતરા કરીને નવી વાનગીઓ તૈયાર કરતા હોય છે. હાલમાં આવો જ એક વાનગીનો અખતરો સામે આવ્યો છે. જેને જોઈને તમે કહેશો, હવે તો હદ થઈ ગઈ.

    લ્યો બોલો ! માર્કેટમાં આવ્યા બ્લૂબેરી અને સ્ટ્રોબેરી સમોસા, લોકો એ કહ્યુ- આ તો  હદ થઈ ગઈ

    blueberry and strawberry samosa

    Image Credit source: Instagram

    Viral Video : ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ અવનવી વાનગી ખાવાના શોખીન હોય છે. સાંજથી લઈને મધરાત સુધી તમને રસ્તાઓ પર અલગ અલગ સ્ટ્રીટ ફૂડની લારીઓ જોવા મળશે અને તેની સાથે ખાવાના શોખીનોની પણ ભીડ જોવા મળે છે. તમે સોશિયલ મીડિયા પર પણ ભારતના અલગ અલગ જગ્યાના ફૂડ વીડિયો જોયા જ હશે. ઘણા લોકો ભીડને આકર્ષવા માટે અવનવા અખતરા કરતા હોય છે. ભૂતકાળમાં તમે પેપ્પીવાળી મેગ્ગી, ગુલાબજાંબુના પકોડા જેવા વિચિત્ર અખતરા જોયા જ હશો. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Food Viral Video) થયો છે.

    વાયરલ થયેલો વીડિયો એક ફૂડ બ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તમને વિચિત્ર સમોસા જોવા મળશે. આ વીડિયોમાં તમે 2 રંગના સમોસા જોઈ શકો છો. એક ગુલાબી અને બીજું ભૂરા રંગનું. વીડિયોમાં લખેલા કેપ્શન અનુસાર, તે સ્ટ્રોબેરી સમોસા અને બ્લૂબેરી સમોસા છે. તે એક પ્રકારની મીઠાઈ પણ છે. દુકાનદારે લોકોને આકર્ષવા માટે આ પ્રકારના સમોસા બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

    આ રહ્યો એ  વાયરલ વીડિયો

    આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર burning_spices નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. તે એક ફૂડ બ્લોગરનું એકાઉન્ટ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ બસ કરો, સમોસાને સમોસા જ રહેવા દો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, હવે તો હદ થઈ ગઈ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો વિચિત્ર કોમ્બિનેશન છે. તેને ચાખ્યા પછી જ કહી શકાય છે કે, તે વિચિત્ર છે કે અદ્દભુત.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال