No results found

    Viral Video : લાઈવ શો દરમિયાન મહિલા ન્યૂઝ એન્કરના મોંઢામાં ઘુસી ગઈ માખી, લોકોએ કહ્યું - પ્રથમ ગ્રાસે મક્ષિકા ! | canadian anchor video viral swallows fly on air continues live tv segment reading news

    Canadian News Anchor Viral Video : હાલમાં કેનેડાની એેક ન્યૂઝ એન્કર સાથે લાઈવ શોમાં એવી ઘટના બની કે જેનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને મનોરંજન આપી રહ્યો છે.

    Viral Video : લાઈવ શો દરમિયાન મહિલા ન્યૂઝ એન્કરના મોંઢામાં ઘુસી ગઈ માખી, લોકોએ કહ્યું - પ્રથમ ગ્રાસે મક્ષિકા !

    Canadian News anchor video viral

    Image Credit source: Twitter

    Shocking Video : દુનિયામાં ઘણા લોકો પોતાની બોલવાની રીત, કપડા પહેરવાની રીત અને લાઈવસ્ટાઈલની બીજી ઘણી રીતોને લઈને ખુબ ચોક્કસ હોય છે. સાફ સફાઈથી લઈને કપડા સુધી, બોડી પરફ્યૂમથી લઈને મોંઢામાંથી આવતી સ્મેલ સુધી દરેકમાં તેઓ પોતાને પરફેક્ટ રાખવા માંગતા હોય છે. પણ ઘણીવાર એક નાનકડી માખી પણ તેમની તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દેતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. એક લાઈવ શો દરમિયાન એક મહિલા ન્યૂઝ એન્કર સાથે એવી ઘટના બને છે કે જેને જોઈને આખી દુનિયા દંગ રહી જાય છે.

    તમે Tv9 ગુજરાતી જેવી ન્યૂઝ ચેનલ પર મહિલા કે પુરુષ એન્કરને ન્યૂઝ વાંચતા જોયા જ હશે. તેઓ પુરો પ્રયત્ન કરતા હોય છે કે, તેઓ સારી અને શ્રેષ્ઠ રીતે લોકો સુધી સાચા ન્યૂઝ ઝડપથી મોકલી શકે. પણ ઘણીવાર શબ્દોના ઉચ્ચારણ અને બીજા અન્ય કારણોથી તેઓ હસીનું પાત્ર પણ બનતા હોય છે. હાલમાં કેનેડાની એક ન્યૂઝ એન્કર સાથે આવી જ એક ઘટના બની છે. તે ઘટનાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. લોકો આ વીડિયો જોઈ પહેલા આશ્ચર્યમાં મુકાયા હતા, પણ પછી હસી હસીને લોટપોટ પણ થયા હતા.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ન્યૂઝ એન્કર એક પછી એક સમાચાર વાંચી રહી છેે. આ તેનો લાઈવ શો હતો, તેથી તે સતત સમાચાર લોકો સુધી પહોંચાડી રહી હતી. એક સમાચાર ખતમ થયા બાદ તે પાકિસ્તાનમાં આવેલા પૂર વિશેના સમાચાર વાંચવાની શરુઆત કરે છે. ત્યારે જ એક માખી ઉડતા ઉડતા તે સમાચાર વાંચતી  મહિલા એન્કરના મોંઢામાં જતી રહે છે. તેના કારણે એન્કરનું ધ્યાન ખોરવાય છે. તે  લાઈવ શોમાં કોઈ અડચણના આવે તે માટે કોઈ બીજી પ્રતિક્રિયા નથી આપતી અને માખી ગળી જઈ, સમાચાર વાંચતી રહે છે.

    આ વીડિયો ખુબ આ મહિલા ન્યૂઝ એન્કરે શેર કર્યો છે. આ મહિલા ન્યૂઝ એન્કરનું નામ ફરાહ નાસીર છે. તેણએ પોતાના ટ્વિટર હેન્ડલ Farah Nasser પરથી આ વીડિયો શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યુ છે કે, આજે મેં લાઈવ શોમાં એક માખી ગળી લીધી હતી. આ વીડિયો હું એટલા માટે શેર કરુ છું કારણ કે આ દિવસોમાં આપણે બધાએ હસવાની જરુર છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો આ મહિલા ન્યૂઝ એન્કરની ધીરજ અને સમજશકિતને પણ સલામ કરી રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال