Viral Video: 'બાથરૂમ જઈને આવું છું' ટિકિટ કાઉન્ટર પર દેખાયું આવું સાઈનબોર્ડ, લોકો હસી હસીને થયા લોટપોટ | Viral Video funny signboard appeared at the ticket counter people laughed

આ વીડિયો બિહારના પટના રેલ્વે સ્ટેશનનો છે. રેલવેના એક અધિકારીએે એક એવુ કામ કર્યુ છે, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  (Viral Video) થયો છે. તમે પણ આ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: 'બાથરૂમ જઈને આવું છું' ટિકિટ કાઉન્ટર પર દેખાયું આવું સાઈનબોર્ડ, લોકો હસી હસીને થયા લોટપોટ

Viral Video

Image Credit source: twitter

બિહાર (Bihar) અને બિહારના લોકો પોતાની આગવી શૈલી માટે પ્રખ્યાત છે. તેમની બોલવાની રીત, બિહારની ગરીબી, બિહારના નેતાઓ, બિહારી વિદ્યાર્થીઓ, બિહારની પરીક્ષામાં થતી ચોરી તો વિશ્વ વિખ્યાત છે. તેવામાં બિહારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને જોઈને તમે કહેશો, એક બિહારી સબ પે ભારી. આ વીડિયો બિહારના પટના રેલ્વે સ્ટેશનનો છે. રેલવેના એક અધિકારીએે એક એવુ કામ કર્યુ છે, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  (Viral Video) થયો છે. તમે પણ આ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રેલ્વે સ્ટેશનનું દ્રશ્ય દેખાય રહ્યુ છે. બેકગ્રાઉન્ડમાં રેલ્વે સ્ટેશન પર લાઉડ સ્પીકર પરથી સંભાળતો જાણીતો અવાજ ટ્રેનની માહિતી આપી રહ્યો છે. વીડિયોમાંં એક ટીકિટ કાઉન્ટ દેખાઈ રહ્યુ છે. યાત્રીઓની ત્યાં લાઈન નથી દેખાતી કારણ કે તે ટીકિટ કાઉન્ટ પર બેસનાર અને લોકોને ટીકિટ આપનાર અધિકારી જ ત્યા દેખાતો નથી. આપણી સાથે પણ ઘણીવાર આવું થતુ હોય છે, ઘણીવાર લોકોને સવાલ થાય છે કે આ પોતાની ફરજ છોડીને ક્યા જતો રહ્યો હશે. પણ આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે તે જરુરી કામ ખત્મ કરવા બાથરુમ ગયો છે. તેેણે એક બોર્ડ પર આ વાત લખીને કાચ સામે મુકી છે. જેથી લોકોને ખબર પડે.આ વીડિયો જોઈ મોટાભાગના લોકો કહી રહ્યા છે, પોતાની ડ્યુટી કરતા વધારે મહત્વનું આ કામ છે, પહેલા તે પૂરુ કરવું જોઈએ નહીં તો બીજા કામો સારી રીતે નહીં થઈ શકે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @4mlvodka નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ અધિકારી ખરેખર રમૂજી હશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તે સમયે ત્યાંના યાત્રીઓ હસીી હસીને ગાંડા થયા હશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ અધિકારી જેને પણ ટિકિટ આપતો હશે તેની યાત્રા સુખદ જ જતી હશે.

Previous Post Next Post