હવે સરળતાથી મોકલી શકશો પોતાને જ મેસેજ, WhatsApp લાવી રહ્યું છે આ ફીચર | WhatsApp launching soon new feature You can easily send messages to yourself Technology News

વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabitiphone એ માહિતી શેર કરી છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સાથે ચેટ કરી શકશે.

હવે સરળતાથી મોકલી શકશો પોતાને જ મેસેજ, WhatsApp લાવી રહ્યું છે આ ફીચર

WhatsApp

Image Credit source: File Photo

વોટ્સએપ (WhatsApp)ના યુઝર ઈન્ટરફેસમાં સિમ્પલ સાથે ઘણા નવા ફીચર્સ સામેલ થવા જઈ રહ્યા છે. તેમાંના એકમાં સેલ્ફ-ચેટનો સમાવેશ થાય છે, જેની મદદથી યુઝર્સ ભવિષ્યમાં કન્ટેન્ટને સેવ કરવા માટે પોતાની જાતને ફોટો, મેસેજ (Massage)અને વીડિયો વગેરે મોકલી શકે છે, ત્યારબાદ તેને ગમે ત્યાં મોકલી શકાય છે અને વોટ્સએપ પર પણ એક્સેસ કરી શકાય છે. જો કે, દરેક વ્યક્તિનું WhatsApp એકાઉન્ટ લિંક હોવું જોઈએ. આપને જણાવી દઈએ કે તમારી સાથે ચેટ કરવાનો ઓપ્શન પહેલેથી જ છે, પરંતુ તેના માટે યુઝર્સને લાંબી પ્રોસેસ ફોલો કરવી પડે છે, જેના કારણે દરેક લોકો તેને ફોલો કરી શકતા નથી.

વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabitiphone એ માહિતી શેર કરી છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સાથે ચેટ કરી શકશે.

લોકોની બદલાતી આદત માટે આ ફીચર આવી રહ્યું છે

વોટ્સએપનું આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેઓ પોતાનો કોઈ પણ ડેટા સેવ કરવા અથવા કોઈપણ બિલ વગેરે સેવ કરવા માટે તેનો ફોટો ક્લિક કરે છે. લોકોને તાજેતરમાં ક્લિક કરેલા ફોટા તો સરળતાથી મળી જાય છે, પરંતુ વધુ જૂની સામગ્રી મળતી નથી. આવી સ્થિતિમાં, વોટ્સએપ યુઝર્સ તેમના ચેટ બોક્સને ખોલી શકે છે અને તેમાં લિંક શેર કરી શકે છે, જેને તેઓ ખોલીને ફરીથી સર્ચ કરી શકે છે.

આ સિવાય વોટ્સએપ ગૂગલ બીટા પ્રોગ્રામ હેઠળ વર્ઝન 2.22.19.10નું નવું અપડેટ રજૂ કરી રહ્યું છે. WhatsApp કેટલાક બીટા ટેસ્ટર્સ માટે એપ લેંગ્વેજ સેટિંગ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. WABetaInfo દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા ફીચરનું નામ ‘App Language’છે, અને તે WhatsAppના Android Beta 2.22.19.10 માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. WB દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નવા ફીચર દ્વારા, બીટા ટેસ્ટર્સ હવે WhatsApp સેટિંગ્સમાં જ એપની ભાષા બદલી શકશે.

Previous Post Next Post