Thursday, September 1, 2022

જૂનાગઢમાં ગઈકાલે ઈચ્છા મૃત્યુની માગ કરનાર યુવકે આજે વંથલી પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ ગટગટાવી લીધું, પોલીસે હોસ્પિટલ ખસેડ્યો | Youth who demanded euthanasia yesterday in Junagadh swallowed phenyl today near Vanthali police station, police shifted to hospital

જુનાગઢ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હુમલાના કેસમાં પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી ન કરતી હોવાનો યુવકે લગાવ્યો હતો આક્ષેપ

જૂનાગઢના વંથલીના મોટા કાજલીયારાના યુવાને ગઈકાલે ઈચ્છા મૃત્યુની માગ કર્યા બાદ આજે વંથલી પોલીસ સ્ટેશન નજીક ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ થતા જયેશ વઘેરા નામના યુવાનને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકે પોતાના પર થયેલા હુમલાના આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

વંથલી તાલુકાના મોટા કાજલીયારાના જયેશ વઘેરા રજૂઆત કરી ગઈકાલે જણાવ્યું હતું કે ફરિયાદીના બદલે આરોપીઓને પોલીસ છાવરે છે. તે બાબતે ઈચ્છા મૃત્યુની માંગ કરાઈ હતી .ત્યારે આજે બપોરના અરસામાં પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મોટા કાજલિયાળાના જયેશ વઘેરા નામના યુવાને ફિનાઇલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ કર્યો હતો. વંથલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને આ બાબતે જાણ થતા પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને ખસેડાયો હતો.

જયેશ વઘેરાએ કલેકટર સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી હતી
જયેશ વઘેરા પર હુમલો થયો હોય તેના આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ઈચ્છા મૃત્યુની માગ કરી હતી. ગઈકાલે જ ઈચ્છામૃત્યુની માગ કર્યા બાદ આજે અચાનક બપોરના સમયે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.