No results found

    અમદાવાદીઓથી 'મેટ્રોફૂલ', 30 મીનિટની જગ્યાએ 15 એ દોડાવી પડી

    [og_img]

    • રવિવાર તેમજ ઈદે મિલાદ ને લઈને લોકોનો ભારે ઘસારો
    • મેટ્રોની મુસાફરીમાં અમદાવાદીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા
    • સૌથી વધારે નાના બાળકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો

    રવિવારની રજા તેમજ ઈદે મિલાદને લઈને મેટ્રો સ્ટેશન પર અમદાવાદીઓની મોટી ભીડ જોવા મળી રહી છે. ભીડને લઈને મેટ્રો ટ્રેન પણ ફૂલ જોવા મળી રહી છે. બપોર બાદ મેટ્રોને ૩૦ મિનિટની જગ્યા પર ૧૫ મિનિટે દોડાવી પડી રહી છે. અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટેશન પર સેલ્ફી કે પછી પરિવારના ફોટો લેતા નજરે ચડ્યા છે. આ અંગે નાગરિકોને પૂછતા તેઓએ કહ્યું હતું કે મેટ્રોમાં મુસાફરી કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. નાના બાળકોમાં અનેરો ઉત્સાહ છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال