શિયાળામાં ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે અજમાવો આ 5 સરળ રીત

હવામાનમાં ફેરફારની અસર ત્વચા પર સૌથી વધુ જોવા મળે છે. તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાથી ત્વચા શુષ્ક દેખાય છે. આ ઋતુમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ ધ્યાન રાખવું જોઈએ.

શિયાળામાં ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે અજમાવો આ 5 સરળ રીત

શિયાળામાં ત્વચા સંભાળની ટીપ્સ (પ્રતિકાત્મક છબી)

ઘટી રહેલા તાપમાનને લીધે, ત્વચાની શુષ્કતા (સૂકી ત્વચા) નોંધપાત્ર રીતે વધે છે. આવી સ્થિતિમાં, શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાને લઈને અત્યારથી જ ત્વચાની દરકાર કરો. અહીં ઠંડીને કારણે ત્વચાને સુકી થતી અટકાવવા માટે કેટલીક સરળ રીતો દર્શાવવામાં આવી છે. આ સરળ પદ્ધતિ અજમાવીને તમે ત્વચાને શુષ્ક થતી બચાવી શકો છો.

હવામાનમાં ફેરફારની અસર ત્વચા પર સૌથી વધુ જોવા મળે છે. તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાથી ત્વચા શુષ્ક દેખાય છે. આ ઋતુમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ ધ્યાન રાખવું જોઈએ. શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચા સંભાળની રીત બદલવી જોઈએ. ત્વચાની શુષ્કતા વધી જવાને કારણે ત્વચા નિર્જીવ અને ખેંચાયેલી દેખાય છે. તો હવેથી ત્વચાને ઠંડા હવામાન માટે તૈયાર કરવા માટે કેટલીક ટિપ્સ અનુસરો. ચાલો જાણીએ કે ત્વચાની સંભાળ રાખવા માટે તમે કઈ ટિપ્સ ફોલો કરી શકો છો.

પુષ્કળ પાણી પીવો

ઠંડા વાતાવરણમાં લોકો ઘણીવાર ઓછું પાણી પીવે છે. શિયાળાની સિઝનમાં તરસ પણ ઓછી લાગે છે. પરંતુ પૂરતું પાણી ન પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, પોતાને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવો.

મોઈશ્ચરાઈઝર

શિયાળામાં સ્વસ્થ ત્વચા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો. તે તમને ત્વચાની શુષ્કતાથી બચાવવાનું કામ કરે છે. તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ઘણીવાર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મોઇશ્ચરાઇઝર્સમાં તેલ હોય છે. કારણ કે આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે. તેમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.

પૌષ્ટિક આહાર

સ્વસ્થ આહાર લેવો એ ત્વચાને સ્વસ્થ રાખવાની એક શ્રેષ્ઠ રીત છે. તમે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો. મોસમી ફળો અને શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ અને ચેતનવંતી બનાવે છે.

કસરત અને યોગ

ત્વચાને સ્વસ્થ રાખવા માટે એકલા બ્યુટી પ્રોડક્ટ્સ પૂરતા નથી. આવી સ્થિતિમાં નિયમિત કસરત કે યોગના આસનો કરવા પણ જરૂરી છે. તે રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. ત્વચાને કોઈપણ નુકસાન વિના ચમકદાર અને સુંદર બનાવવા માટે નિયમિતપણે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં

શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાથી શરીરને ઘણો આરામ મળે છે. પરંતુ ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા ખૂબ જ શુષ્ક દેખાવા લાગે છે. તેથી, ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જરૂરી છે.