Ahmedabad: બોપલમાં બેફામ ડમ્પરચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો, એક્સિડન્ટના સીસીટીવી આવ્યા સામે, જુઓ વીડિયો | Ahmedabad: A reckless dumper driver hit a biker in Bhopal, CCTV of the incident came, watch the video

Ahmedabad: બોપલમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. બાઈકચાલક દંપતીને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 04, 2022 | 10:23 PM

અમદાવાદ (Ahmedabad)ના બોપલ વિસ્તારમાં બેફામ બનેલા ડમ્પરચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. સદનસીબે આ અકસ્માતમાં બાઈકચાલકનો બચાવ થયો છે. બાઈકચાલકને ગંભીર ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના VIP રોડની છે. જ્યાં વહેલી સવારે VIP રોડ પરથી એક કાર અને તેની પાછળ બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ચાર રસ્તા પર બાઈકચાલકની ડાબી બાજુએથી ફુલ સ્પીડમાં ડમ્પર (Dumper) ધસી આવ્યું હતું. જેની અડફેટે બાઈક (Bike) સાથે ચાલક હવામાં ફંગોળાયો હતો. બીજી તરફ ડમ્પરચાલકે કોઈપણ પ્રકારની દરકાર લીધા વિના ડમ્પર હાંકી માર્યું હતું. આગળ રેતીના ઢગલો આવી જતાં ડમ્પરને ત્યાં જ મૂકીને ડમ્પરચાલક અને તેનો સાથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ડ્રાઈવરને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકો આવે તે પહેલા જ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કઈ રીતે ડમ્પર ચાલક બેફામ રીતે ધસી આવ્યો હતો. ડમ્પરમાં બ્રેક ફેલ હોવાની પણ ખબરો સામે આવી છે. આ ઘટના બનતાની સાથે જ ડમ્પર ચાલક અને તેની સાથે ડમ્પરમાં સવાર અન્ય શખ્સ સહિત બંને ફરાર થઈ ગયા છે. આ ઘટના બોપલ વિસ્તારમાંથી સામે આવી છે. પોલીસે સીસીટીવીને આધારે ડમ્પર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Previous Post Next Post