Ahmedabad : સાયબર ક્રાઇમે મહિલાને પરેશાન કરતા અને IPS અધિકારીની ખોટી ઓળખ આપનાર યુવાનની ધરપકડ કરી

અમદાવાદ(Ahmedabad)સાયબર ક્રાઇમ(Cyber Crime)બ્રાંચે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે માત્ર છ ધોરણ અભ્યાસ કરી મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેને મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે હવે જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે

Ahmedabad : સાયબર ક્રાઇમે મહિલાને પરેશાન કરતા અને IPS અધિકારીની ખોટી ઓળખ આપનાર યુવાનની ધરપકડ કરી

અમદાવાદ સાયબર ક્રાઈમના આરોપીની ધરપકડ

અમદાવાદ(અમદાવાદ)સાયબર ક્રાઇમ(સાયબર ક્રાઈમ)બ્રાંચે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે માત્ર છ ધોરણ અભ્યાસ કરી મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેને મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે હવે જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે..એટલું જ નહીં આરોપી યુવકે એક આઈપીએસ અધિકારીની ખોટી ઓળખ આપી મહિલાને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા આરોપીનું નામ મહમદ ઉવેશ છે. આ આરોપી દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે અને મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. જોકે સાયબર ક્રાઇમમાં એક મહિલાની ફરિયાદ આધારે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ધરપકડ કરવામાં આવી..જેમાં મહિલાને એક તરફી પ્રેમમાં પરેશાન કરતો હતો સાથે જ મહિલાને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક આઈપીએસ અધિકારીની ઓળખ આપી તેની સાથે વાતચીત કરતો હતો.

જેમાં પકડાયેલ આરોપી મહમદ ઉવેશ જુદા-જુદા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદી મહિલાને પ્રેમ સંબંધ બાંધવા મેસેજ કરતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને પોતે આઈપીએસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો..જોકે સાઇબર ક્રાઇમને આરોપીના ફોન માંથી અનેક ફેક એકાઉન્ટ મળી આવ્યા છે..જેથી ફરિયાદ મળતા ફરિયાદ નોંધાવી આરોપી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં આરોપી મહમદ ઉવેશ અત્યાર સુધીમાં મહિલા સાથે વાતચીત કરવા આરોપી અનેક મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ચૂક્યો છે. અને મહિલાને તેની સાથે કોઈ પ્રેમ સંબંધ ન રાખવો હોય તેના કારણે આરોપીના મોબાઈલ નંબર બ્લોક કરી દેતી. પરંતુ પોતે આઈપીએસ અધિકારી હોવાનું કહીને મહિલાને ઇમ્પ્રેસ કરવાનો પણ પ્રયત્ન કરતો.અમદાવાદના આઇપીએસ તરીકે ફરજ બજાવતા સફીન હશનના નામે પણ વાતચીત કરી હોવાનું આ સામે આવ્યુ છે ત્યારે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.