Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

ફોટો – આરોપી

અમદાવાદઃ મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો. કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં. પોલીસ કસ્ટડીમા રહેલ વિધર્મી યુવક અરશદઅલી શેખએ એક મૂકબધીર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ધટના કઈક એવી છે કે, સાબરમતી વિસ્તારમા બપોરના સમયે મૂકબધીર યુવતીની માતા બહાર ગઈ હતી જેથી ઘરમાં મૂકબધીર યુવતી એકલી હતી અને તે સમયે સાબરમતી વિસ્તારમાં રહેતા અરશદઅલી યુવતીના ઘર નજીકથી પસાર થતો હતો. યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને આરોપી ઘરમા ઘુસી ગયો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમ્યાન યુવતીના માતા ઘરે આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

આરોપી મૂળ કલકત્તાનો રહેવાસી છે. અને છેલ્લા 3 મહિના પહેલા જ અમદાવાદમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. 21 વર્ષના આ આરોપી અરશદઅલી મુકબધીર યુવતીના ઘર નજીકથી અવાર-નવાર નીકળતો હતો. આ યુવતી માનસિક વિકલાંગ હોવાની જાણતો હતો. જેથી યુવતીને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ. યુવતીની માતા આવી જતા આરોપી શર્ટ પહેરીને નાસી ગયો. યુવતીની માતાને ચોર લાગયો હોવાથી બુમાબુમ કરી અને લોકોએ પકડીને માર માર્યો હતો. પરંતુ ઘરે યુવતીને જોતા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સાબરમતી પોલીસે દુષ્કર્મ કેસમા આરોપી અરશદઅલી શેખની ધરપકડ કરીને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનો કોઈ અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.