No results found

    Bigg Boss 16: ગોલ્ડ પ્લેટેડ છે અબ્દુના શૂઝ, કિંમત જાણીને ચોરી કરવા લાગ્યા સ્પર્ધકો | Bigg Boss 16 Abdu Rojik 24K Gold Plated Shoes Price 40000 Dollar Tina Dutta Ankit Gautam steal it

    હાલમાં જ અબ્દુ રોજિકે (Abdu Rozik) શોમાં પોતાના શૂઝની કિંમત જણાવીને બધાને હેરાન કરી દીધા છે. જે બાદ હવે ટીના દત્તા સહિત અનેક ખેલાડીઓની નજર તેના શૂઝ પર આવી ગઈ છે.

    Bigg Boss 16: ગોલ્ડ પ્લેટેડ છે અબ્દુના શૂઝ, કિંમત જાણીને ચોરી કરવા લાગ્યા સ્પર્ધકો

    Abdu Roziq

    Image Credit source: Instagram

    તજાકિસ્તાનનો પોપ્યુલર સિંગર અબ્દુ રોજિક (Abdu Rozik) હાલમાં દરેક જગ્યાએ ફેમસ છે. બિગ બોસ 16માં (Bigg Boss 16) આવેલા આ સિંગરે સોશિયલ મીડિયા પર પોતાની ક્યુટનેસથી બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત રીતે વધી રહી છે. અબ્દુ બિગ બોસ હાઉસના ઘરમાં હાજર બાકીના સ્પર્ધકો પર ભારે પડતો જોવા મળે છે. હાલમાં જ આ શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અબ્દુ પોતાના શૂઝની કિંમત જણાવી રહ્યો છે. આ સાંભળીને ત્યાં હાજર બાકીના લોકોના હોશ ઉડી જાય છે. તો ચાલો જાણીએ તજાકિસ્તાનના સિંગર શૂઝની પ્રાઈઝ શું છે?

    19 વર્ષના અબ્દુ રોજિક લોકો માટે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તેવી જ રીતે તે બિગ બોસના ઘરમાં પણ અજબ ગજબ વસ્તુઓ બતાવતો રહે છે. જે પળવારમાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ તેણે પોતાના શૂઝની કિંમત જણાવીને સ્પર્ધકોને હેરાન કરી દીધા છે. તે ક્યારેક તેના સિંગિગ અને ક્યારેક ટીના દત્તા સાથેના રોમાંસને લઈને ચર્ચામાં રહે છે.

    હાલમાં જ શોનો નવો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ટીના દત્તા અબ્દુ રોજિકના શૂઝની કિંમત જાણ્યા બાદ તેને છીનવી લેતી જોવા મળે છે. જેવી ટીનાએ તેના શૂઝને સ્પર્શ કર્યો, તેને કહ્યું કે આ શૂઝની કિંમત 40 હજાર ડોલર છે. તે દરમિયાન ત્યાં ઉભેલા અંકિત અને ગૌતમ વિગ હેરાન થઈને તેને જોવા લાગે છે અને પગરખાં તેમના કપડાના ખિસ્સામાં રાખવાની કોશિશ કરે છે. એટલું જ નહીં તમને જણાવી દઈએ કે તેના શૂઝ પણ ગોલ્ડ પ્લેટેડ છે.

    અહીં જુઓ અબ્દુનો વાયરલ વીડિયો

    શૂઝમાં લાગેલું છે 24 કેરેટ ગોલ્ડ

    તમે પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હશો પરંતુ, આ સત્ય છે. સિંગર અબ્દુ રોજિકના 40,000 ડોલરના શૂઝમાં 24 કેરેટ સોનું છે. જે બાદ ગૌતમ તેના જૂતામાં લાગેલું 24 કેરેટ સોનાનું સ્ટીકર કાઢવાની કોશિશ કરે છે. આ સાથે જ ટીના પણ કહે છે કે તે આ શૂઝ પોતાની પાસે રાખી રહી છે. આ પછી, તે ટીનાના હાથમાંથી તેના શૂઝ લઈ લે છે અને તેને તેની બેગમાં મૂકે છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال