No results found

    Bigg Boss 16 : સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો ઝગડો

    બિગ બોસ 16માં લડાઈ શરૂ થઈ ગઈ છે. શોના સ્પર્ધકોએ પણ પોતપોતાની રમતો રમવાનું શરૂ કરી દીધું છે. પરંતુ વિક એન્ડ કા વારમાં સલમાન ખાન પરિવારના કેટલાક સભ્યો માટે ક્લાસ લેતા જોવા મળશે.

    Bigg Boss 16 : સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો ઝગડો

    સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો અણબનાવ

    છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

    Bigg Boss 16: બિગ બોસ 16નુ બીજું અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે સમય છે શોના હોસ્ટ સલમાન ખાનના વિકએન્ડ કા વારનો, આજે પણ સલમાન ખાન ઘરના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે, શોના મેકર્સે વિકએન્ડ કા વાર (વિકએન્ડ કા વાર)ના કેટલાક પ્રોમો શેર કરવામાં આવ્યા છે, જેને જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, આજ સલમાન ખાન મનપસંદ અનુસરોના ગુસ્સાથી ઘરના સભ્યો બચી શકશે નહિ, ગત્ત દિવસે સલમાન ખાને શાલીનને તેના વર્તન માટે ફટકાર લગાવી હતી, ત્યારબાદ શો ના સેટ પર સંબુલના પિતા પહોંચ્યા હતા.

    ગત્ત દિવસે સંબુલના પિતાએ શોના સેટ પર આવીને પોતાની પુત્રીને સમજાવતો જોવા મળ્યા હતા. સંબુલના પિતા પહેલા તો ઘરના કન્ટેસ્ટટ ગૌતમ અને અંકિત ગુપ્તાના વખાણ કર્યા હતા અને કહ્યું કે, તેણે કઈ રીતે સંબુલને સમજાવી પરંતુ તે સમજી શકી નહિ, તો શાલીનને ફટકાર લગાવી હતી. સંબુલના પિતા શાલીનને કહે છે કે, તેણે સંબુલની ઈમેજ ખરાબ કરી નાંખી છે.

    આ સિવાય અભિનેતાના પિતા તેને પોતાના માટે સ્ટેન્ડ લેવા માટે કહે છે. આ વચ્ચે હવે મેકર્સે એક નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સંબુલના પિતાના ખુલાસાથી મિત્રો વચ્ચે તિરાડ પડી શકે છે. પિતાના ગયા બાદ સંબુલ પોતાના રુમમાં રડતી જોવા મળી રહી છે જ્યાં શાલીન અને ટીના પહોંચે છે તેને સમજાવવાની કોશિષ કરે છે. શાલીન કહે છે કે, મારી કોઈ પણ વાતથી કોઈને ખોટું લાગ્યું, ત્યારબાદ ટીના કહે છે કે,મે તારી સાથે કાંઈ ખોટું કર્યું નથી.

    સંજોગો જોતા એવું લાગે છે કે હવે સંબુલ તેની રમત રમવાનું શરૂ કરી શકે છે. કારણ કે તે હજુ કંઈ ખાસ કરી રહી નથી. તેને ખબર પડી છે કે તે જેમને મિત્ર માનતી હતી તે તેના મિત્રો નથી. સલમાન ખાન પણ વીકેન્ડ કા વારમાં ઘણા ખુલાસા કરતા જોવા મળશે. કોણ કોની પીઠ પાછળ શું કહે છે, તે પરિવારના સભ્યોને બધાની સામે કહેશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال