દંડથી બચવા છોકરો પોલીસ સામે કરવા લાગ્યો વિચિત્ર હરકતો, લોકોએ કહ્યું- ઓવર એક્ટિંગના પૈસા કાપો!

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કિશોર દંડથી બચવા માટે વિચિત્ર હરકત કરતો જોવા મળે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

દંડથી બચવા છોકરો પોલીસ સામે કરવા લાગ્યો વિચિત્ર હરકતો, લોકોએ કહ્યું- ઓવર એક્ટિંગના પૈસા કાપો!

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાંના કેટલાક વીડિયો એટલા રમૂજી હોય છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. કેટલાક વીડિયો જોઈને લોકો વિચારમાં પડી જાય છે કે આવુ પણ ક્યારેક બની શકે ખરુ. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કિશોર દંડથી બચવા માટે વિચિત્ર હરકત કરતો જોવા મળે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક પોલીસ અધિકારી સહિત 4 કિશોર દેખાય રહ્યા છે. વીડિયોમાં દેખાતા નજારા પરથી લાગી રહ્યુ છે કે આ 4 કિશોર નિયમોનું પાલન ન કરીને બાઈક પર એક સાથે 4 જણ બેસી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જ પોલીસે તેમને પકડી લીધા હતા. નિયમોનું પાલન ન કરતા પોલીસ તેમના પર દંડ ફટકારવાની તૈયારીમાં હતા. તે દરમિયાન દંડથી બચવા માટે એક કિશોર વિચિત્ર હરકત કરવા લાગે છે. પોલીસ અધિકારી તેની હકીકત જાણી જાય છે, તેથી જે તે તેની વિચિત્ર હરકત જોઈ છે અને તેના પર પાણી પણ નાંખે છે. તેના 3 સાથી પણ તેની આ હરકત જોઈ દંગ રહી જાય છે. એક સમયે તે કિશોર પોતાની જાતને પણ મારતો દેખાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર gieddee નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આને જોઈને મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. હું લેશનથી બચવા માટે માંદા પડવાનો અભિનય કરતો હતો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ઓવર એક્ટિંગના પૈસા કાપો આના. સ્પષ્ટ દેખાય છે કે એક્ટિંગ કરે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે ઘરે જઈને આને મેથી પાક પડશે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Previous Post Next Post