No results found

    ઈકો ફ્રેન્ડલી દિવાળી આ રીતે ઉજવે છે આ યુવક, વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા લોકો

    હાલમાં સોશિયલ મીડિયા પર ઈકો ફ્રેન્ડલી દિવાળી કઈ રીતે ઉજવવી તેની ટ્રિક તો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

    ઈકો ફ્રેન્ડલી દિવાળી આ રીતે ઉજવે છે આ યુવક, વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા લોકો

    યુવાન દિવાળી ઉજવવા માટે એક આનંદી યુક્તિ શેર કરે છે

    છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

    દિવાળી 2022 : દિવાળીનો તહેવાર ભારતમાં ધૂમધામ અને હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસને યાદગાર બનાવવા માટે લોકો ખુબ  ફટાકડા ફોડતા હોય છે. આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દેશમાં ઘણા લોકો એવા પણ હોય છે જેને ફટાકડા ફોડવા નથી ગમતા. તેઓ ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઈકો ફ્રેન્ડલી દિવાળી કઈ રીતે ઉજવવી તેની ટ્રિક તો વીડિયો વાયરલ (વાઈરલ વિડીયો) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

    વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રિપોર્ટર માઈક લઈને યુવકને પૂછી રહ્યો છે કે તેમ શું કામ કરો છો ? તેના જવાબમાં તે યુવક કહે છે કે , ભણુ છું. ત્યારબાદ રિપોર્ટર પૂછે છે કે, તમે દિવાળી ઉજવવા માટે ફટાકડા ફોડો છો? તેના જવાબમાં તે યુવક કહે છે કે, તે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવે છે. રિપોર્ટર ફરી તેને પૂછે છે કે, તમે ફટાકડા વગર દિવાળી કઈ રીતે દિવાળીનો આનંદ માણો છો. તેના જવાબમાં યુવક કહે છે કે, હું ફટાકડા ફોડતો નથી પણ ફટાકડા પટાવે છે. આ મજેદાર જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર editx_rk_ નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો દિવાળી પહેલા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે , કેટલા તેજસ્વી લોકો છે આપણા દેશમાં. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ છે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય. મોટા ભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال