રશિયાના રહેણાંક વિસ્તારમાં ફાઈટર જેટ ક્રેશ, એપાર્ટમેન્ટ્સમાં લાગી ભીષણ આગ

રશિયાના દક્ષિણી શહેર યેયસ્કના રહેણાંક વિસ્તારમાં સૈન્યનું ફાઈટર જેટ ક્રેશ (Fighter jet crashes) થયુ છે. આ વિમાન દુર્ઘટનાને કારણે અનેક ઈમારતોમાં આગ લાગી છે.

રશિયાના રહેણાંક વિસ્તારમાં ફાઈટર જેટ ક્રેશ, એપાર્ટમેન્ટ્સમાં લાગી ભીષણ આગ

રશિયાના રહેણાંક વિસ્તારમાં ફાઈટર જેટ ક્રેશ થયું છે

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

રશિયા સમાચાર: રશિયા અને યુક્રેન વચ્ચે 8-9 મહિના પહેલા શરુ થયેલુ યુદ્ધ, હાલમાં પણ યથાવત્ છે. સમયે સમયે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. હાલમાં રશિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના દક્ષિણી શહેર યેયસ્કના રહેણાંક વિસ્તારમાં સૈન્યનું ફાઈટર જેટ ક્રેશ (ફાઇટર જેટ ક્રેશ) થયુ છે. આ વિમાન દુર્ઘટનાને કારણે અનેક ઈમારતોમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ટેકઓફ કર્યા પછી એક પક્ષી સુખોઈ SU-34 ફાઈટર જેટના એન્જિન સાથે અથડાયુ, જેના કારણે એન્જિનમાં આગ લાગી. હાલમાં 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. આ દુર્ઘટના વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં પાયલટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. રિપોર્ટ અનુસાર વિમાનમાં મુકેલા યુદ્ધ સામગ્રીને કારણે આ પ્લેન ક્રેશ દરમિયાન મોટો ધમાકો પણ થયો. આ દુર્ઘટના બાદ ઈમારતમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રશિયાના રક્ષા મંત્રાયલે જણાવ્યુ છે કે, SU-34 ફાઈટર જેટના એન્જિનમાં આગ લાગતા તે દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. બન્ને પાયલટ સુરક્ષિત છે. આ દુર્ઘટનાને કારણે લગભગ 15 ઈમારતોને નુકશાન થયુ છે.

ફાઈટર જેટ ક્રેશના ચોંકાવનારા વીડિયો

રાષ્ટ્રપતિ પુતિનના નિર્ણયને કારણે પલાયન કરી રહ્યા છે લોકો

સપ્ટેમ્બર મહિનામાં પુતિને આદેશ કર્યો હતો કે , દેશમાં 65 વર્ષથી ઓછી ઉંમરના લગભગ બધા પુરુષો સેનાના પ્રશિક્ષણ પ્રાપ્ત નાગરિકો તરીકે પંજીકૃત થશે. આ આદેશ પર જનતા એ નકારાત્મક પ્રતિક્રિયા આપી છે. આ આદેશને કારણે રશિયામાંથી અનેક લોકો પલાયન કરીને પડોશી દેશોમાં જઈ રહ્યા છે.

યુદ્ધ કોઈપણ સમસ્યાનો સારો અને સાચો ઉકેલ નથી લાવી શકતો. બે દેશો વચ્ચેની સમસ્યા વાતચીત દ્વારા ઉકેલાવી જોઈએ પણ રશિયા અને યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ ખત્મ થવાનું નામ નથી લેતુ. આ યુદ્ધને કારણે બન્ને દેશોને સૈન્ય અને નાગરિક સંબધિત અનેક નુકશાન વેઠવા પડ્યા છે. દુનિયાના અનેક દેશો પણ હેરાન થયા, કારણ કે આ યુદ્ધમાં પરમાણુ હમલો થઈ શકે છે એવી સંભાવનાઓની ચર્ચા થઈ રહી છે.