પીએમનું આહ્વાન ફળશે, ગાંધી જયંતી નિમિત્તે વેચાશે અડધો કરોડની ખાદી

[og_img]

  • આવતીકાલે મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતી
  • ગાંધી બાપુને પ્રિય ખાદી આજે પણ પ્રચલિત
  • વડોદરા શહેર જિલ્લામાં આવી બંગાળથી સિલ્ક ખાદી

આવતીકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતી હોય શહેર જિલ્લાના ખાદી ગ્રામોધોગ કેન્દ્રમાંથી લાખો નાગરિકો ખાદી ખરીદશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ખરીદવા આહવાન કરતા છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન ખાદીનું વેચાણ બમણું થઈ જવા પામ્યું છે. આ વર્ષે વડોદરા શહેર જિલ્લામાં બંગાળથી સિલ્ક ખાદી આવી છે.

જ્યારે, બીજી બાજુ વડોદરા ની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખાદીના કપડા પર ડિઝાઇનિંગ કરી છે. જેનો પણ ખૂબ જ ઉપાડ છે. દર વર્ષે બીજી ઓક્ટોબર પૂર્વે સરકાર ગુજરાતમાં બનતી ખાદીના વસ્ત્રો ઉપર ખાસ રિબેટ જાહેર કરે છે જે હજુ સુધી જાહેર કરાયું નથી. અલબત્ત ખાદી ગ્રામોધોગ દ્વારા ગુજરાતમાં તૈયાર કરાતી ખાદી ઉપર 30 ટકા વળતર જાહેર કરાયું છે. જ્યારે પરપ્રાંતની ખાદી ઉપર 20 ટકા વળતર જાહેર કરાયું છે.

Previous Post Next Post