No results found

    શ્વાને નાના બાળક પર કર્યો હુમલો, રુંવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ

    છેલ્લા કેટલાક સમયથી દેશમાં શ્વાન દ્વારા માણસ પર હુમલાઓ વધી ગયા છે. હાલમાં શ્વાનના હુમલાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

    શ્વાને નાના બાળક પર કર્યો હુમલો, રુંવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ

    ચોંકાવનારો વાયરલ વીડિયો

    છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

    દુનિયામાં સૌથી વધારે પાળવામાં આવતા પ્રાણીઓમાં શ્વાનનું નામ સૌથી મોખરે છે. શ્વાનને દુનિયાના સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. તે પોતાના કેરટેકર કે માલિક પ્રત્યે એટલા વફાદાર હોય છે કે તેમની સુરક્ષા માટે કેટલીકવાર તેઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. શ્વાનના સરસ મજાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી દેશમાં શ્વાન દ્વારા માણસ પર હુમલાઓ વધી ગયા છે. હાલમાં શ્વાનના હુમલાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

    વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરા પર શ્વાને ખુબ ખતરનાક હુમલો કર્યો છે. તે દરમિયાન છોકરો પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન પણ કરે છે. તે શ્વાન તે છોકરાનો સરળતાથી છોડતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરો સાયકલ પર બેસી રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. ત્યારે જ એક ઘર સામે શ્વાન તે છોકરા પર હુમલો કરી તેના પગ પકડી લે છે. છોકરાને બચાવવા માટે એક મહિલા અને યુવક પ્રયત્ન પણ કરે છે. છેલ્લે બાળક ઘસડાતા ઘસડાતા ઘરમાં ઘુસીને પોતાના જીવને બચાવવાનો પ્રયત્ન કરે છે.

    આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

    આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ શ્વાન છે કે ફેવિકોલ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યમાં શ્વાન પર પણ કોર્ટ કેસ કરવામાં આવશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال