વાંદરાઓના પૂર્વજો માટે થયુ મોટું કામ, તેમના માટે આ રાજ્યમાં બન્યુ અભયારણ્ય

Kadavur Slender Loris Sanctuary : વાંદારાના પૂર્વજ ગણાતા સ્લેંડર લોરિસને બચાવવા માટે એક રાજ્યમાં અભ્યારણ્ય બનાવવામાં આવ્યુ છે. આ પ્રયત્નથી ભવિષ્યમાં સ્લેંડર લોરિસની પ્રજાતિને બચાવી શકાશે.

ઑક્ટો 13, 2022 | 11:50 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

ઑક્ટો 13, 2022 | 11:50 PM

આ વિચિત્ર પ્રાણી સ્લેંડર લોરિસને બચાવવા તમિલનાડુ સરકારે ડિંડિગુલ અને કરુર જિલ્લામાં 11,806 હેક્ટર જંગલમાં અભયારણ્ય બનાવ્યુ છે. તેનું નામ છે કડાવુર સ્લેંડર લોરિસ અભયારણ્ય.

આ પ્રાણી શરીરથી પાતળુ હોય છે. તે ઝાડ પર જ રહે છે અને ધીમે ધીમે ચાલે છે. તેની 2 પ્રજાતિ છે, રેડ સ્લેંડર લોરિસ અને ગ્રે સ્લેંડર લોરિસ. આ પ્રજાતિઓ ભારત, શ્રીલંકા, મલેશિયા,જકાર્તા, આફ્રીકા અને ઈન્ડોનેશિયામાં જોવા મળે છે.

તેની કોણીઓ પાસે ખતરનાક ઝેર હોય છે, જેને તેઓ દાંત પર ઘસીને શિકાર માટે હુમલો કરે છે. તે આ ઝેરથી કોઈ પણ વ્યક્તિને બેહોશ કરી શકે છે.

આ પ્રાણી જીવજંતુ, ગરોળી, છોડ અને ફળ ખાતા હોય છે. તે રાતના સમયે જ શિકાર કરે છે. તે ગીચ જંગલમાં રહેવાનું પસંદ કરે છે.

તમિલનાડુના સ્થાનીક લોકો એવુ માને છે કે,  તેની પાસે સ્વાસ્થ્યને લગતી ચમત્કારીક શક્તિ છે. જેને કારણે આ પ્રાણીની દાણચોરી અને શિકાર થઈ રહ્યા છે. તમિલનાડુમાં તેની સંખ્યા ઘટી રહી છે. તેથી જ તેના માટે અભયારણ્ય બનાવવામાં આવ્યુ છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Previous Post Next Post