[og_img]
- ગત ચૂંટણીમાં ગેહલોત સરકારે નોકરીના કર્યા હતા વાયદા
- વાયદો પૂર્ણ નહીં થતાં યુવાઓ પહોંચ્યા ગુજરાત
- ગહેલોત ગુજરાતના છે સિનિયર ઓબ્ઝર્વર
કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતના વિરુદ્ધમાં રાજસ્થાનના યુવાનો દાંડી યાત્રા કરી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જ્યાં તેઓ રાજસ્થાન સરકાર અને અશોક ગેહલોતનો વિરોધ કરી રહ્યા છે. ગેહલોતે વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનના યુવાનોને રોજગારી આપવાના વચનો આપ્યા હતા.
ગાંધીજીનો પહેરવેશ ધારણ કરી રાજસ્થાન સરકારનો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પ્રજાનો વિશ્વાસ જીતવા અનેક વચનો આપી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ ગુજરાતના યુવાનોને રોજગારીના વચનો આપી રહ્યા છે ત્યારે રાજસ્થાનની ચૂંટણી પહેલા આપેલ વચનોને યાદ કરવા રાજસ્થાનના યુવાનો ગાંધી આશ્રમમાં રેલી કરી વિરોધ કરવા પહોંચ્યા છે. જે રેલીને દાંડી યાત્રાનું નામ આપ્યું છે અને યુવાનોએ ગાંધીજીનો પહેરવેશ ધારણ કર્યો છે.