તડકામાં જતા જ બદલાયો મહિલાના કપડાનો રંગ , 'જાદુઈ ડ્રેસ' જોઈને આશ્ચર્યમાં મૂકાયા લોકો

Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક અજબ-ગજબનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે તડકામાં જતા જ અચાનક કપડાનો રંગ બદલાઈ જાય છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે.

તડકામાં જતા જ બદલાયો મહિલાના કપડાનો રંગ , 'જાદુઈ ડ્રેસ' જોઈને આશ્ચર્યમાં મૂકાયા લોકો

જાદુઈ વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

સોશિયલ મીડિયા આજના સમયમાં ટેલેન્ટના પ્રદર્શન અને રોજગારી માટેનું મહત્વનું પ્લેટફોર્મ બની ગયુ છે. દરરોજ સોશિયલ મીડિયા પર અજબ-ગજબના વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયાના આ વાયરલ વીડિયો ક્યારેક હસાવે છે, ક્યારેક ભાવુક કરે છે તો ક્યારેક આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક અજબ-ગજબનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે તડકામાં જતા જ અચાનક કપડાનો રંગ બદલાઈ જાય છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે.

તમે પોતાના જીવનમાં રંગ બદલતા ફૂલ, છોડ અને જીવ-જંતુ જોયા જ હશે. પણ તમે રંગ બદલતા કપડા પહેલા ભાગ્યે જ જોયા હશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે પોતાના ઘરમાં સફેદ ડ્રેસમાં તૈયાર થઈને ઉભી છે. જેવી તે મહિલા બહાર તડકામાં જાય છે, કે તેના સફેદ ડ્રેસનો રંગ બદલાઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તડકામાં જતા જ મહિલાનો સફેદ રંગનો ડ્રેસ ગુલાબી થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ  વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @izzipoopi નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 22 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરીને આ અનોખો ડ્રેસ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો એ વાતની સાબિતી આપે છે કે વિજ્ઞાનને કારણે દુનિયામાં કેટલા અનોખા અને નવા ક્રાંતિકારી આવિષ્કાર થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

Previous Post Next Post