No results found

    ભાવનગરમાં મોડીરાત્રે ઇ-બાઈકમાં અચાનક આગ લાગી

    [og_img]

    • શહેરના અખિલેશ સર્કલ નજીક મોડીરાત્રે આગ લાગી
    • કોઈ જાનહાની નહીં થઈ પરંતુ ટુ વ્હીલર બળીને ખાક
    • ફાયર જવાનો તેમજ સ્થાનિકોએ પાણીનો છંટકાવ કર્યો



    ભાવનગર શહેરના અખિલેશ સર્કલ નજીક મોડીરાત્રે એક ઇ-બાઈકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બાઈક સવાર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક બાઈકમાંથી ધુમાળા નિકળવા લાગ્યા. બાઈક સવારે વાહન સાઈડમાં કરીને તપાસ કરી તો બાઈકે આગ પકડી લીધી. ફાયર વિભાગને ફોન કરતા ફાયર જવાનો તાત્કાલિક આવી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો દ્વારા પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ બાઈક બળીને ખાક થઈ ગઈ હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال