Botad : સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો 174 મો પાટોત્સવ, આચાર્ય રાકેશપ્રસાદ હાજર રહ્યા

ગુજરાતના (Gujarat) બોટાદ ખાતે સાળંગપુર હનુમાનજી મંદિર(Salangpur Hanuman)ખાતે 174 મો પાટોત્સવ(Patotsav) ઉજવાયો છે. જેમાં આચાર્ય મહારાજ રહ્યા ખાસ હાજર રહ્યા હતા. હનુમાનજી દાદા ની પૂજા વિધિ સાથે દાદાની છડી નો તેમણે અભિષેક કર્યો હતો .જેમાં સંતો સહિત મોટી સંખ્યામા હરિ ભક્તો હાજર રહ્યા હતા

Botad : સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો 174 મો પાટોત્સવ, આચાર્ય રાકેશપ્રસાદ હાજર રહ્યા

સલંગપુર મંદિરનો પાટોત્સવ

ગુજરાતના (ગુજરાત) બોટાદ ખાતે સાળંગપુર હનુમાનજી મંદિર(સલંગપુર હનુમાન)ખાતે 174 મો પાટોત્સવ(પાટોત્સવ) ઉજવાયો છે. જેમાં આચાર્ય મહારાજ રહ્યા ખાસ હાજર રહ્યા હતા. હનુમાનજી દાદા ની પૂજા વિધિ સાથે દાદાની છડી નો તેમણે અભિષેક કર્યો હતો .જેમાં સંતો સહિત મોટી સંખ્યામા હરિ ભક્તો હાજર રહ્યા હતા. આજ થી 174 વર્ષ પહેલાં આજના દિવસે ગુરુ ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.એટલે આજે સાળંગપુર હનુમાનજી દાદાનો જન્મ દિવસ પણ કહી શકાય.ત્યારે આવા પ્રવિત્ર દિવસે હનુમાનજી દાદાની પૂજા વિધિ આચાર્ય રાકેશપ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. જેમાં આચાર્ય દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના અભિષેક સાથે દાદાની છડીનો અભિષેક કર્યો.દાદાની પૂજા વિધિ બાદ હનુમાનજી દાદાના જીવન પર સભા સાથે આજના પવિત્ર દિવસને લઈ ખૂબ મોટી સંખ્યામાં સંતો અને હરિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આસો વદ  પાંચમે થઈ હતી મંદિરની  સ્થાપના

વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની ની મૂર્તિ પ્રતિષ્ઠા  કરવામાં આવી હતી અને સમય  જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ  ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી સ્થાપના

લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.

ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી

આમ કહીને તેમણે  પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર  કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.  તેમણે જે  ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ  શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે  અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.

Previous Post Next Post