Monday, October 10, 2022

પોતાના જ લગ્નમાં દુલ્હનને આવ્યું ઝોકું, લોકો કરી રહ્યા છે જબરી-જબરી Comments

[og_img]

  • સોશિયલ મીડિયામાં ઊંઘતી દુલ્હનનો વિડીયો થયો વાયરલ
  • વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે દુલ્હનની ક્યુટનેસના વખાણ
  • 15 હજારથી વધુ લોકોએ કર્યો છે વિડીયો લાઈક અને કમેન્ટ્સ

લગ્નનો દિવસ દરેકે દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે તેમાં પણ ખાસ કરીને જે છોકરા છોકરાના લગ્ન હોય તેમના માટે તો લગ્નનો દિવસ ખાસ મહત્વનો હોય છે. નવયુગલ લગ્નના સાત ફેરામાં સાત જનમ સુધી સાથ આપવાના વચન લેતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક દુલ્હનનો વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે જેને ચર્ચા છેડી દીધી છે. વાસ્તવમાં વાયરલ વિડીયોમાં એક દુલ્હન પોતાના જ લગ્નમાં બિન્દાસ ઊંઘતી જોવા મળે છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર થયા બાદ યુઝર્સ વચ્ચે રસપ્રદ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.

લગ્નના મંડપમાં જ દુલ્હનને આવી ગઈ ઊંઘ

આ વિડીયો વર્ષ 2021નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત તો એ છે વિડીયો શેર કરનાર મહિલાએ પોતાના જ લગ્નનો આ મજેદાર વિડીયો શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “સુઈ રહેલી દુલ્હન, જયારે સવારે 6.30 વાગી ચુક્યા હોય અને લગ્ન પુરા ન થયા હોય.” આ પોસ્ટ પર લોકો ચિત્ર વિચિત્ર કમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે.

વિડીયો જોઇને યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

દુલ્હનનો લગ્નના મંડપમાં જ ઊંઘતો વિડીયો જોઇને લોકો જુદા જુદા પ્રકારના રીએક્શન આપી રહ્યા છે. એક યુઝર લખે છે કે કઈ વાંધો નહિ, ઊંઘવાનું ચાલુ રાખો… તો અન્ય એક યુઝર દુલ્હનની ઊંઘને બદલે તેના કપડાના વખાણ કરે છે. આ યુઝર લખે છે કે લગ્નનો લહેંગો ઘણો મોટો અને મોંઘો છે. તો અન્ય એક યુઝરે દુલ્હનના વખાણ કરતા કહ્યું કે તે ઘણી જ ક્યુટ છે અને તે તેની સાથે રીલેટ પણ કરી શકે છે. તો પૂજા નામની એક યુઝરે લખ્યું કે બિચારી પોતાના માટે આરામથી ઊંઘી પણ નથી શકતી. સોનું નામના એક યુઝરે લખ્યું છે કે દુલ્હન ઊંઘતા કેટલી સુંદર લાગે છે.

ઘણા યુઝર્સ આ દુલ્હન સાથે કરી રહ્યા છે રીલેટ

દુલ્હનના આ વિડીયોને અત્યાર સુધી 15 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે તો હજારો લોકો કમેન્ટ કરી ચુક્યા છે. એક તરફ જ્યાં લોકો દુલ્હનની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે તો ઘણી મહિલા યુઝર્સ એવી છે જેઓ આ સ્થિતિ સાથે પોતાને રીલેટ કરી રહી છે અને તેમને પોતાના લગ્નના દિવસો યાદ આવી ગયા.

પોતાના જ લગ્નમાં ઊંઘતી દુલ્હનનો વાયરલ વિડીયો:

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.