Wednesday, October 5, 2022

Devbhoomi dwarka: મેગા ડીમોલેશનનો આજે પાંચમો દિવસ, વધુ 4 જેટલા બિનઅધિકૃત બાંધકામો તોડી પડાયા | Day 5 of the mega demolition drive of illegal encroachments in Dwarka is underway peacefully

દેવભૂમિ દ્વારકામાં આજે સતત પાંચમા દિવસે ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી યથાવત છે. વધુ 4 બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે અભિનંદન પત્ર લખીને ડીમોલેશનની કામગીરીને બિરદાવી હતી.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 05, 2022 | 5:23 PM

Devbhoomi dwarka: દેવભૂમિ દ્વારકામાં આજે સતત પાંચમા દિવસે ગેરકાયદે બાંધકામ હટાવવાની (mega demolition drive) કામગીરી યથાવત છે. વધુ 4 બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે અભિનંદન પત્ર લખીને ડીમોલેશનની કામગીરીને બિરદાવી હતી. મુખ્યપ્રધાન સહિત વહીવટી તંત્રનો વિશ્વ હિન્દુ પરિષદે આભાર માન્યો હતો. પ્રમુખે કહ્યું, ભાજપના નેતૃત્વમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલી શક્યું છે. મહત્વપૂર્ણ છે કે, સરકારી અને ગૌચરની જમીન પર હજુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસ નજર રાખી રહી છે.

 


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.