Sunday, October 9, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Eye Makeup Looks: આ ફેસ્ટિવ સિઝનમાં અજમાવો આ સેલિબ્રિટીઝનો બોલ્ડ આઈ મેકઅપ
Oct 09, 2022 | 10:28 PM
TV9 GUJARATI | Edited By: Ashvin Patel
Oct 09, 2022 | 10:28 PM

જો તમે બ્લેક આઈલાઈનર અને કાજલ લગાવીને કંટાળી ગયા હોવ તો તમે કંઈક નવું ટ્રાય કરી શકો છો. તમે તમારા આઉટફિટના હિસાબે આંખનો મેકઅપ પણ કરી શકો છો. આ તમને ખૂબ જ સુંદર દેખાવ આપવાનું કામ કરશે. તમે આ સેલિબ્રિટીઓના બોલ્ડ આઇ મેકઅપ લુક્સ પરથી પણ આઇડિયા લઇ શકો છો.

આ તસવીરમાં દીપિકા પાદુકોણ બ્રાઉન સ્મોકી આઈ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તહેવારોની સિઝન માટે આ આંખનો મેકઅપ બેસ્ટ છે. તમે ભૂરા રંગના ડ્રેસ સાથે આ આઈ મેકઅપ ટ્રાય કરી શકો છો. આ આંખનો મેકઅપ લગ્નના ફંક્શન માટે પણ પરફેક્ટ છે.

ગ્રીન આઈશેડો – તહેવારોની સીઝન માટે મોનોટોન સ્મોકી લુક યોગ્ય છે. આંખોની સુંદરતા વધારવા માટે તમે કાળાને બદલે ગ્રીન શેડ્સ પસંદ કરી શકો છો. કેટરિના કૈફના આઇ લુકને પણ રિક્રિએટ કરી શકો છો.

તમે બ્લુ સ્મોકી આઈ લુક પણ અજમાવી શકો છો. આ તમારી સુંદરતા વધારવાનું કામ કરશે. તમે બ્લુ આઈલાઈનર અને બ્લુ આઈશેડોને બ્લુ ડ્રેસ સાથે જોડી શકો છો. તમે ખુશી કપૂરના આ લુકમાંથી પ્રેરણા લઈ શકો છો.

બ્લેક સ્મોકી આઈ લુક – બ્લેક સ્મોકી આઈ લુક હંમેશા ટ્રેન્ડમાં હોય છે. તમે સાદા ડ્રેસ સાથે પણ બ્લેક સ્મોકી આઈ મેકઅપ અજમાવી શકો છો. તમે આ આઈ લુકને કોઈપણ પ્રકારના ડ્રેસ સાથે કેરી કરી શકો છો પછી તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.