મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ એર શો સહિતની વિવિધ ગતિવિધ નિહાળે જેથી કરીને તેઓ સેનાની કામગીરીથી માહિતાગર થઈ શકે , સાથે જ તેમણે ગુજરાતમાં આવેલા મહેમાનોને અમદાવાદ તેમજ ગાંધીનગરના પર્યટન સ્થળો નિહાળવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ડિફેન્સ એક્સપોના કર્ટન રેઝર કાર્યક્રમમાં ઉપસ્થિત સંરક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી
ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. આ ડિફેન્સ એક્સપોની કર્ટન રેઝર ઈવેન્ટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (રાજનાથ સિંહ) ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM ભૂપેન્દ્ર પટેલ) આ એકસ્પોને વિદ્યાર્થીઓ માટે લર્નિંગ પ્લેટફોર્મ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ એક્સપોને આત્મનિર્ભર ભારતનુ પ્રતિક ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ એર શો સહિતની વિવિધ ગતિવિધ નિહાળે, જેથી કરીને તેઓ સેનાની કામગીરીથી માહિતાગર થઈ શકે, સાથે જ તેમણે ગુજરાતમાં આવેલા મહેમાનોને અમદાવાદ તેમજ ગાંધીનગરના પર્યટન સ્થળો નિહાળવા માટે પણ અનુરોધ કર્યો હતો.
જાણો ડિફેન્સ એકસ્પોની વિશેષતા
- હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે.
- વિશ્વના 75 દેશો ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે. તો 1300થી વધારે પ્રદર્શનકર્તાઓ પણ જોડાવવાના છે.
- ગુજરાતની ધરતી પર એકસાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એકસપોમાં હાજરી આપવા પહોંચશે.
- જે દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોનું સંમેલન યોજાશે.
- અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શો અને લાઈવ ડેમો પણ યોજાશે
- જ્યારે પોરબંદર ખાતે જનતા નૌ-સેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકે છે.
તા.18થી 22 સુધી મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્સ્પો યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના વિવિધ મહાનુભાવો હાજરી આપશે. બે દિવસે મહાનુભાવોની હાજરીને પગલે તેઓની સુરક્ષા અને કોઈ અનિચ્છિનય બનાવ ન બને તે માટે શહેરના કેટલાક રસ્તાઓ બે દિવસ જાહેરજનતા માટે બંધ રહેશે. 18 અને 19 ઓક્ટોબર બે દિવસ નાગરિકો માટે અમુક રસ્તા બંધ રહેશે. આ ઐતિહાસિક કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. Defense expo 2022માં 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહિત 75 દેશો ભાગ લેશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાસે 18-22 ઓક્ટોબર વચ્ચે ભારતીય સેના દ્વારા લાઈવ ડેમો અને ડ્રોન શો યોજાશે. પોરબંદર ખાતે નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત 8-22 ઓક્ટોબર વચ્ચે યોજાશે. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1300થી વધુ પ્રદર્શનકર્તાઓ સાથે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ એક્ઝિબિશન સાહિત થશે. જાહેર જનતા તેને 21થી 22 તારીખ દરમિયાન જોઈ શકશે.