No results found

    વડોદરાના પોર GIDCમાં ચા-નાસ્તાની લારી ચલાવતા 45 વર્ષના યુવકની હત્યા

    [og_img]

    • સિક્યુરીટીની નોકરી અને ચા-નાસ્તાની લારી ચલાવતા હતા
    • જયેશભાઈ તેમની સાસરીમાં રમણગામડી ગામે રહેતા હતા
    • મૃતકની હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી


    વડોદરાના પોર GIDCમાં ચા-નાસ્તાની લારી ચલાવતા 45 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી અને ફટકા મારી હત્યા કરવામાં આવી છે. સિક્યુરીટીની નોકરી અને ચા-નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જયેશભાઈ પરમાર રમણગામડી ગામે રહેતા હતા. સિક્યુરીટીની નોકરી પુરી કરી અને ચા-નાસ્તાની લારીએ પહોંચ્યા હતા. કંપની કે ધંધા કે કોઈ અંગત અદાવતે ઘાત લગાવી બેઠેલા ઈસમોએ જયેશ પરમારને ચપ્પુના ઘા અને ફટકા મારી મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. હજુ સુધી હત્યાનું કારણ જાણી શકાયુ નથી. જિલ્લા પોલીસે હત્યાની જગ્યા કોર્ડન કરી ડોગ સ્કોડ બોલાવી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال