GST અધિકારી વતી લાંચ લેનાર CAને તેનો ભાઇ બે દિવસના રિમાન્ડ ઉપર

[og_img]

  • લાંચ માંગવનાર GST અધિકારી હજુ ધરપકડથી દૂર
  • ACB બન્ને આરોપીને ગાંધીનગર FSL કચેરી લઇ જશે
  • બંને આરોપીઓની વૈજ્ઞાનીક ઢબે તપાસ કરવામાં આવશે

GST નંબર રદ થયો હોવાથી બીજો નંબર મેળવવા માટે અરજી કરનાર બિલ્ડર પાસે GST (રાજ્ય વેરા) અધિકારી વતી રૂ.૩૫ હજારની લાંચ લેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ભાઈ કૃણાલ સુભાષભાઈ અગ્રવાલ અને આશિષ સુભાષભાઈ અગ્રવાલને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ બન્ને આરોપીઓને સ્પે. ACB કોર્ટના જજ સાંરગા વ્યાસે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય કે, આ કેસમાં GST અધિકારી ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા રજા પર હોવાથી તેઓ ધરપકડથી દૂર છે. ત્યારે તેમની પણ શોધખોળ માટે ACBએ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓની તપાસમાં અન્ય અધિકારીઓની સંડોવણી બહાર આવવા પામી છે.

અમદાવાદ શહેરના બિલ્ડરે ભાગીદારીમાં બાંધકામનો વ્યવસાય કરતા GST નંબર રદ થઈ ગયો હતો. આ નંબર ફ્રીથી ચાલુ કરાવવા માટે બિલ્ડરે આશિષ સુભાષભાઈ અગ્રવાલ અને તેના ચાર્ટડ એકાઉન્ટન્ટ ભાઈ કૃણાલ સુભાષભાઈ અગ્રવાલ મારફ્તે રાજ્યવેરાની કચેરી, અમદાવાદ ખાતે અપીલ કરી હતી. અપીલ કર્યા બાદ સીએ કૃણાલ અને તેના ભાઈ આશિષ અગ્રવાલે ફ્રિયાદીને જણાવ્યું હતું કે, રાજય વેરા અધિકારી (વિવાદ-૨) ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા રૂ.૫૦ હજારની લાંચ માંગે છે. આ મામલે ઘણી રકઝકના અંતે અધિકારીએ રૂ.૩૫ હજારમાં સહમતી દર્શાવી હતી. ACBએ આ અંગે ગુનો દાખલ કરી ટ્રેપનું આયોજન ગોઠવ્યું હતું. જે મુજબ રૂ.૩૫ હજારની લાંચની રકમ સ્વીકારતા GST અધિકારી વસૈયાના વચેટીયાની ભુમિકામાં રહેલો આશિષ અગ્રવાલ પકડાયો હતો. આશિષ તેનો ભાઈ કૃણાલ પણ સામેલ હોવાથી પોલીસે સ્થળ પરથી તેની પણ મદદગારીમાં ધરપકડ કરી હતી.

ત્યારબાદ બન્ને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારે એવી રજૂઆત કરી હતી કે, અન્ય અધિકારીઓની સંડોવણી છે કે નહીં, આરોપીઓનું ગાંધીનગર FSL કચેરીએ લઇ જઇ વૈજ્ઞાનીક ઢબે તપાસ કરવાની છે,અગાઉ આરોપીઓએ લાંચ માગી છે કે નહીં, આરોપીઓએ કરેલી વાતચીત મામલે તપાસ કરવાની છે સહિતના મુદ્દે રિમાન્ડની જરૂર છે. જો કે, આરોપી તરફ્ે એડવોકેટ મનીષ ઓઝાએ એવી દલીલ કરી હતી કે, તપાસમાં સહકાર આપ્યો છે, મુદ્દામાલ રીકવર થઇ ગયો છે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીઓની હાજરી જરૂરી નથી તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષનીરજૂઆત બાદ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

Previous Post Next Post