નેશનલ ગેમ્સ 2022 માં એક્વાટિક્સમાં ગુજરાતે કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ, 6 સિલ્વર, અને 2 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. અમદાવાદની માના પટેલે 5 એકલ ઇવેન્ટ અને એક ટીમ ઇવેન્ટમાં એમ કુલ 6 મેડલ જીત્યા છે.
Gujarat in National Games 2022 won 11 medals in Aquatics event, Maana patel won 6 Medals including 3 Gold
નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં ગુજરાતના રાજકોટમાં (Rajkot) એક્વાટિક્સ રમતનું આયોજન સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સમાં 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબરે મિક્સડ મેડલી ટીમ ઇવેન્ટ પછી એક્વાટિક્સ ઇવેન્ટનું સમાપન થયું હતું. નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતે એક્વાટિક્સમાં કુલ 11 મેડલ જીત્યા છે. ગુજરાતે એક્વાટિક્સમાં 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગુજરાત તરફથી માના પટેલનું (Maana Patel) શાનદાર પ્રદર્શન રહ્યું હતું.
અમદાવાદની માના પટેલે નેશનલ ગેમ્સ 2022 માં કુલ 6 મેડલ જીત્યા છે. માના પટેલ બાદ આર્યન નહેરાએ (Aryan Nehra) પણ સ્વિમિંગમાં (Swimming) શાનદાર પ્રદર્શન દર્શાવી 4 મેડલ જીત્યા હતા. સ્વિમિંગમાં 36મી નેશનલ ગેમ્સમાં હોમ ક્રાઉડ સમક્ષ ગુજરાતની ટીમનો શાનદાર પ્રદર્શન રહ્યો હતો.
ગુજરાતે એક્વાટિક્સમાં જીત્યા 11 મેડલ
ગુજરાતે એક્વાટિક્સમાં કુલ 11 મેડલ જીત્યા છે જે ગુજરાત માટે કોઇ પણ ઇવેન્ટમાં અત્યાર સુધીની 36 મી નેશનલ ગેમ્સના સૌથી વધુ મેડલ છે. ગુજરાત તરફથી માના પટેલે એકલ ઇવેન્ટમાં 5 મેડલ જીત્યા હતા જેમાં 3 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. માનાએ બેકસ્ટ્રોકની 50 મીટર, 100 મીટર અને 200 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 100 ફ્રીસ્ટાઇલમાં માનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
આર્યન નહેરાએ એકલ ઇવેન્ટમાં ત્રણ મેડલ જીત્યા છે. આર્યન નહેરાએ 800 મીટર ફ્રીસ્ટાઇલમાં અને 1500 મીટર ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે તો 400 મીટર એકલ મેડલીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત તરફથી આશના ચેવલીએ (Aashna Chevli) 1 મીટર સ્પ્રીંગબોર્ડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટીમ ઇવેન્ટમાં ગુજરાતને 4*200 રિલે ફ્રીસ્ટાઇલમાં આર્યન નહેરા, અન્શુલ કોઠારી, આર્યન પંચાલ અને દેવાંશ પરમારની જોડીએ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
સ્વિમિંગની અંતિમ ઇવેન્ટ મિક્સડ 4*100 મીટર મેડલેમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત તરફથી માના પટેલ, કલ્યાણી સક્સેના, આર્યન પંચાલ અને અન્શુલ કોઠારીએ આ ઇવેન્ટમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આમ માના પટેલે એકલ ઇવેન્ટમાં 5 અને ટીમ ઇવેન્ટમાં 1 એમ કુલ 6 મેડલ જીત્યા હતા.
ગુજરાતના નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 36 મેડલ
ગુજરાતે નેશનલ ગેમ્સ 2022 માં અત્યાર સુધી કુલ 36 મેડલ જીતી લીધા છે, જેમાં 12 ગોલ્ડ, 10 સિલ્વર, અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગુજરાત હાલ મેડલ ટેલીમાં 12માં સ્થાને છે.
36th National Games Medal Tally #NationalGames2022 #nationalgamesingujarat #TV9News pic.twitter.com/YGoJJqAX0k
— Tv9 Gujarati (@tv9gujarati) October 9, 2022