તમામ દેશોમાં ટોલ ટેક્સને લઈને કેટલીક પોલીસી (Toll Policy) હોય છે. ભારતમાં હવે નવી ટોલ ટેક્સ પોલીસી લાગુ થાય તેવા સંકેત મળી રહ્યા છે. આ નવી ટોલ પોલીસીથી કાર ચાલકોને રાહત મળી શકે છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો
નવી ટોલ નીતિ: દુનિયાના દરેક દેશમાં સરકાર વિકાસ કાર્યો માટે જનતા પાસેથી અલગ અલગ ટેક્સ વસુલતા હોય છે. કેટલાક દેશોમાં વિચત્ર ટેક્સ હોય છે. હાલમાં જ સમાચાર મળ્યા હતા કે એક દેશમાં ભવિષ્યમાં ગાયના ઓડકાર ખાવા પર ટેક્સ લાગશે, કારણે કે તેના ઓડકારમાંથી વાતાવરણને નુકશાન થાય તેવા ગેસ નીકળે છે. તમામ દેશોમાં ટોલ ટેક્સને લઈને કેટલીક પોલીસી (ટોલ નીતિ) હોય છે. ભારતમાં હવે નવી ટોલ ટેક્સ પોલીસી લાગુ થાય તેવા સંકેત મળી રહ્યા છે. આ નવી ટોલ પોલીસીથી કાર ચાલકોને રાહત મળી શકે છે.
ભારત સરકાર નજીકના ભવિષ્યમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર કાર ચાલકો માટે નવી ટોલ પોલીસી લાવશે. મીડિયા રિપોર્ટ અનુસાર નવી પોલીસી લાગુ થયા બાદ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની રકમ ઓછી થઈ જશે પણ તેના પર હજુ સુધી કોઈ આધારિક જાહેરાત નથી કરવામાં આવી.
કાર ચાલકોને મળશે મોટી રાહત
મીડિયા રિપોર્ટસ અનુસાર, જે નાગરિકોની કાર નાની છે, તેમને નવી ટોલ પોલીસી લાગુ થયા બાદ ઓછો ટોલ ટેક્સ આપવો પડશે. જોકે, આ છૂટ એવા નાગરિકોને મળશે જેમની કારથી નેશનલ હાઈવે કે એક્સપ્રેસ હાઈવેના રસ્તા પર ઓછું નુકશાન થાય. સામાન્ય રીતે ટ્રક જેવા ભારે વાહનોના વજનથી ઘણી વાર રસ્તાઓને ભારે નુકશાન થતુ હોય છે. જ્યારે કાર વજનમાં ભારે ન હોવાથી તેનાથી રસ્તાઓને ઓછુ નુકશાન થાય છે.
કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક મહત્વપૂર્ણ સંશોધન પછી આ પોલીસી આવતા વર્ષે લાગુ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમા જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ સાથે કારની સાઈઝ પર ટોલ ટેક્સ નક્કી થઈ શકે છે. તમારા કારની સાઈઝ અને તેનાથી રસ્તા પર પડતા દબાણના આધારે ટોલ ટેક્સ નક્કી થશે. બદલાતા સમયમાં આવો ટોલ ટેક્સ લાગુ થાય તો નવાઈ નહીં.
વર્તમાન ટોલ પોલીસી શું છે ?
હાલમાં ચાલતી ટોલ પોલીસી અનુસાર, એક નિશ્વિત રસ્તાના અંતર પર ટોલ નક્કી કરવામાં આવતો હતો. પણ હવે નવી ટોલ પોલીસી અનુસાર ટોલની રકમ, રસ્તા પર વિતાવેલા સમય અને કાપેલા અંતરના આધાર પર નક્કી થશે. એક કાર રસ્તા પરથી પસાર થતા સમયે કેટલી જગ્યા લે છે અને તે રસ્તા પર કેટલુ વજન પેદા કરે છે, તેના આધારે ભવિષ્યમાં ટોલ નક્કી કરવામાં આવી શકે છે.