Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણની કિંમતમાં થયો ફેરફાર, આ રીતે તપાસો તમારા શહેરના ભાવ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણની કિંમતમાં થયો ફેરફાર, આ રીતે તપાસો તમારા શહેરના ભાવ

Petrol Diesel Price Today

દેશની સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today)  જાહેર કર્યા છે. આજે કેટલાક રાજ્યોમાં કિંમતોમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક રાજ્યોમાં વધારો પણ  જોવા મળ્યો છે. જોકે આ વધ-ઘટની ગુજરાતના લોકોને કોઈ અસર થશે નહિ. આ ઉપરાંત દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 92.37 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTI પ્રતિ બેરલ 87.13 ડોલર પર પહોંચી ગઈ છે.

દેશના આ રાજ્યમાં કિંમતમાં ફેરફાર નોંધાયો

બિહારમાં આજે પેટ્રોલ 51 પૈસા ઘટીને રૂ. 109.15 પ્રતિ લીટર અને ડીઝલ 48 પૈસા ઘટીને રૂ. 95.80 પ્રતિ લીટર થયું છે. પંજાબમાં પેટ્રોલ 22 પૈસા ઘટીને રૂ. 96.68 પ્રતિ  લિટર અને ડીઝલ 21 પૈસા ઘટીને રૂ. 87.03 પ્રતિ લિટર પર આવી ગયું છે. રાજસ્થાનમાં ઇંધણ સસ્તું થયું છે. પેટ્રોલ 15 પૈસા ઘટીને 108.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.78 પૈસા પ્રતિ લીટર પર આવી ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ કિંમતમાં ફેરફાર થયો છે. પેટ્રોલ 20 પૈસા ઘટીને રૂ. 96.51 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 89.67પ્રતિ લીટર પર આવી ગયું છે. બીજી તરફ હિમાચલ અને તેલંગાણામાં ભાવમાં વધારો થયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Previous Post Next Post