PM મોદી 19 ઓક્ટોબરે એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો

આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું (Defense Expo) 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે.

PM મોદી 19 ઓક્ટોબરે એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

આવતીકાલે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ગાંધીનગરના (ગાંધીનગર) મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકશે. જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું (ડિફેન્સ એક્સ્પો) 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વના 75 દેશો ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે. તો 1300થી વધારે પ્રદર્શનકર્તાઓ પણ જોડાવવાના છે.

1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપો યોજાશે

ગુજરાતની ધરતી પર એક સાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એકસપોમાં હાજરી આપવા પહોંચશે. જે દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોનું સંમેલન યોજાશે. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચ દિવસ સાંજે ડ્રોન શો અને લાઈવ ડેમો પણ યોજાશે. આર્મી, એરફોર્સ અને નેવી સહિત માર્કોસના કમાન્ડો ઓપરેશનલ ક્ષમતાઓને પ્રદર્શિત કરશે.

તો પોરબંદરમાં સામાન્ય જનતા પણ ભારતીય કોસ્ટ ગાર્ડના યુદ્ધ જહાજની મુલાકાત લઈ શકશે. તો બીજી તરફ શસ્ત્ર પ્રદર્શનને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, ડિફેન્સ એક્સપોથી દેશના મધ્યમ અને નાના ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપને પણ મોટો ફાયદો મળશે. દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે. વિશ્વમાં હથિયારોના સપ્લાય ક્ષેત્રે ભારત એક મહત્વનું સ્થાન બની જશે.

31 વિદેશી સંરક્ષણ પ્રધાનોની ડિફેન્સ એક્સપોમાં હાજરી

ગુજરાતની ધરતી પર એકસાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એક્સપોમાં હાજરી આપવા પહોંચશે. જે દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોનું સંમેલન યોજાશે. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શો અને લાઈવ ડેમો પણ યોજાશે. જ્યારે પોરબંદર ખાતે જનતા નૌ-સેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકે છે.

કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદીરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકવાના છે. ત્યારે ડિફેન્સ એકસ્પો મુદ્દે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે ગુજરાતમાં ડિફેન્સ એક્સપોથી સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોને જાણકારી મળશે.

દેશ વિદેશની કંપનીઓને આકર્ષિત કરવામાં આપણે સફળ થઈશું. ગુજરાતમાં રોકાણ માટે કેટલી ઉત્તમ તક છે તે અંગે ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કરાશે. સાથે જ કહ્યું કે રાજ્યમાં ડિફેન્સ સેક્ટરમાં સ્ટાર્ટઅપને પણ પ્રમોટ કરી રહ્યાં છીએ. એરોસ્પેસ અને ડિફેન્સ માટેની એક પોલીસી પણ એનાઉન્સ કરવામાં આવી છે, જેના માટે સરકારની પ્રોત્સાહનની નીતિ છે.

Previous Post Next Post