પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવશે. તે પૂર્વે સ્થાનિક પ્રશાસન તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. જે બાદ રાજકોટ-મોરબી જિલ્લાના 7 હજાર કરોડના વિકાસકાર્યોનું PM મોદી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવશે. તે પૂર્વે સ્થાનિક પ્રશાસન તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. જે બાદ રાજકોટ-મોરબી જિલ્લાના 7 હજાર કરોડના વિકાસકાર્યોનું PM મોદી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. PMના આગમનથી લઈને કાર્યક્રમ સુધીની તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. જિલ્લા પોલીસ વડાએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
એરપોર્ટથી રેસકોર્સ તેમજ રેસકોર્સથી શાસ્ત્રી મેદાન સુધીના રૂટમાં શહેરના ચાર-જિલ્લાના ચાર મળી 8 ડીસીપી-એસપી, 16 એસીપી-ડીવાયએસપી, 51 પીઆઈ, 156 પીએસઆઈ, 1320 પોલીસ જવાનો, 177 મહિલા પોલીસ, 284 એસઆરપી, 505 હોમગાર્ડ અને 658 ટીઆરબી બંદોબસ્ત જાળવશે. સભા સ્થળની આસપાસ 11 જેટલા પાર્કિંગ રાખવામાં આવ્યા છે. અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે હંગામી રૂટ બનાવી નિર્દેશ પણ ગોઠવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી 7710 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી (જામનગર રોડ)થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ 336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
તે સિવાય વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ 5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.