Vadodara: દિવાળીના તહેવારોને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં સઘન ચેકિંગ

વડોદરામાં (Vadodara) દિવાળીના તહેવારોને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. પોલીસ દ્વારા ભીડભાડ વાળી જગ્યાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ઑક્ટો 24, 2022 | સાંજે 4:53

ગુજરાત: રાજ્યભરમાં દિવાળી (દિવાળી 2022) પહેલાની રજાઓમાં ખરીદીનો માહોલ જામ્યો છે. રાજ્યના મોટા શહેરોની બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. વડોદરાના (વડોદરા) મંગલ બજાર, નવા બજાર, માંડવી, લહેરીપુરા, રાવપુરા, અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં કાપડ, જવેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ જામી છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ અને નવા કપડાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ઉમટી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારોને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરામાં દિવાળીના તહેવારોને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. પોલીસ દ્વારા ભીડભાડ વાળી જગ્યાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે થઇને બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચેકિંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરમાં પણ દિવાળીના તહેવારના પગલે સુરક્ષા વધારવામાં આવી છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. તહેવારમાં કોઇ અણબનાવ ન બને તે માટે પુરતુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

Previous Post Next Post