No results found

    Video: 9 સ્લીપ સાથે બોલીંગ કરાઈ, છતાંય ફિલ્ડર્સ શોટ રોકી ના શક્યા, જુઓ વિડીયો

    એક બોલરે બેટ્સમેનને રોકવા માટે સ્લિપમાં 9 ફિલ્ડરો મૂક્યા, પરંતુ બેટ્સમેનની ચાલાકીનો જવાબ ન તો બોલર પાસે હતો કે ન તો 9 ફિલ્ડરો પાસે.

    Video: 9 સ્લીપ સાથે બોલીંગ કરાઈ, છતાંય ફિલ્ડર્સ શોટ રોકી ના શક્યા, જુઓ વિડીયો

    European Cricket League ની મેચમાં આ દૃશ્ય જોવા મળ્યુ

    TV9 GUJARATI

    | Edited By: Avnish Goswami

    Oct 09, 2022 | 8:14 PM

    યુરોપિયન ક્રિકેટ લીગ (European Cricket League) માં ફિલ્ડિંગનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. એક બોલર 9 સ્લિપ લઈને આવ્યો હતો. આમ છતાં ફિલ્ડરો બેટ્સમેનના શોટને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. રોમાનિયા અને નોર્વે (Romania Vs Norway) વચ્ચે રમાયેલી લીગની 18મી મેચમાં આવો નજારો જોવા મળ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ગ્રુપ ડીમાં પ્રથમ બેટિંગ કરતા નોર્વેએ 10 ઓવરમાં 8 વિકેટે 97 રન બનાવ્યા હતા.

    નોર્વે દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટના જવાબમાં રોમાનિયાની ટીમ લક્ષ્યની નજીક પણ પહોંચી શકી ન હતી અને 10 ઓવરમાં 7 વિકેટે 54 રન જ બનાવી શકી હતી. રોમાનિયાના એક બેટ્સમેને કેટલાક એવા શોટ લગાવ્યા, જેને જોઈને નોર્વેનો બોલર ડરી ગયો અને ત્યાર બાદ બોલરે તમામ ફિલ્ડરોને સ્લિપમાં મૂકી દીધા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال