No results found

    વાયરલ વીડિયો : નાના ભાઈને ખોળામાં લઈને ભાવુક થયો મોટો ભાઈ, છલકયા હર્ષના આંસુ | Viral video Elder brother became emotional with younger brother in his lap tears of happiness appeared in his eyes

    હાલમાં 2 બાળકનો સરસ મજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે તેને વારંવાર જોવાનું મન થશે. જુઓ આ સરસ મજાનો વીડિયો.

    વાયરલ વીડિયો : નાના ભાઈને ખોળામાં લઈને ભાવુક થયો મોટો ભાઈ, છલકયા હર્ષના આંસુ

    Viral Video

    Image Credit source: Twitter

    Trending video : સોશિયલ મીડિયાનો ટ્રેડ હાલ એવો વધ્યો છે કે નાનાથી લઈને વડીલ સુધીની ઉંમરના લોકો તેની પાછળ ગાંડા થયા છે. સોશિયલ મીડિયા પર નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામના અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં 2 બાળકનો સરસ મજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે તેને વારંવાર જોવાનું મન થશે. જુઓ આ સરસ મજાનો વીડિયો.

    આ વાયરલ વીડિયોમાં તમે 2 બાળકો જોઈ શકો છે. એક સરસ મજાનું બાળક એક નવજાત શિશુને પોતાના ખોળામાં લઈને બેઠો છે. તેની આંખો પરથી જાણવા મળે છે કે તે તેનો નાનો ભાઈ છે. તે એટલા પ્રેમથી તેને જોઈ રહ્યો છે જાણે તે વર્ષોથી તેની રાહ જોઈ રહ્યો હોય. તેના નાના ભાઈને જોઈને તેની અંદર રહેલી ભાવના તેની આંખોમાંથી બહાર આવે છે. તે ભાવુક થઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ નીકળી આવે છે. તે તેના ભાઈને હસીને ગળે મળે છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ સરસ મજાનો વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મારી આંખો પણ ભરાઈ આવી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો અદ્દભુત વીડિયો છે. કદાચ મારા બાળપણમાં પણ મેં મારા નાના ભાઈને જોઈને આવા જ રિએક્શન આપ્યા હશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال