No results found

    વોલીબોલને માથા સાથે અથાડીને યુવકો રમ્યા ટેબલ ટેનિસ, વાયરલ વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ | Youths played table tennis by placing volleyball with their heads people were stunned after seeing the viral video

    આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિનો વીડિયો આ દિવસોમાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે વિચારમાં પડી શકશો કે લોકોને કેવા કેવા વિચિત્ર વિચાર આવતા હશે.

    વોલીબોલને માથા સાથે અથાડીને યુવકો રમ્યા ટેબલ ટેનિસ, વાયરલ વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ

    Viral video

    Image Credit source: Twitter

    Funny Video : આ દુનિયા પ્રતિભાશાળી લોકોથી ભરેલી છે, પરંતુ લોકો કયા તો તેમને ઓળખતા નથી અથવા તો તેમને ઓળખ નથી મળતી. થોડા વર્ષો પહેલા સુધી, એવું હતુ કે લોકો પોતાની પ્રતિભા પ્રદર્શિત ન કરી શકતા હતા, પરંતુ આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકોની પ્રતિભા વ્યર્થ નથી જતી. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમને વિશ્વની સામે તેમની પ્રતિભા બતાવવાની તક આપી રહ્યા છે. આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિનો વીડિયો હાલ  વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે વિચારમાં પડી શકશો કે લોકોને કેવા કેવા વિચિત્ર વિચાર આવતા હશે.

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણા બધા લોકો એક ટેબલ પાસે એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમાં 2 લોકો એક વિચિત્ર રમત રમતા જોવા મળી રહ્યા છે. આ બન્ને લોકો ટેબલ પર વોલીબોલને માથાથી અથડાવીને  ટેબલ ટેનિસ રમતા જોવા મળી રહ્યા છે. તેઓ પોતાના માથાનો ઉપયોગ કરીને વોલીબોલને એકબીજા તરફ નાંખી રહ્યા છે. આજુ બાજુના લોકો આ બન્ને લોકોની અનોખી રમતનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે.

    આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

    આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને 10 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, હેલમેટ પહેરીને રમો નહીં તો ચક્કર ખાઈને પડી જશો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, હવે તમને હેડ મસાજની જરુરત પડશે. અન્ય  એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ આખી દુનિયા આવા પાગલ લોકોથી ભરેલી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال