ICC Men T20 World Cup AFG Vs SL Match Report: શ્રીલંકાએ બ્રિસ્બેનના ગાબામાં અફઘાનિસ્તાનને હરાવ્યું. અફઘાનિસ્તાન તરફથી રાશિદ અને મુજીબે 2-2 વિકેટ લીધી હતી.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
T20 વર્લ્ડ કપની 32મી મેચમાં શ્રીલંકાએ અફધાનિસ્તાનને 6 વિકેટે હાર આપી હતી. ગ્રુપ-1ની આ મેચ બ્રિસબેનના ગાબા મેદાન પર રમાઈ હતી. અફધાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 144 રન જ બનાવી શકી હતી. તેના જવાબમાં શ્રીલંકા માત્ર 4 વિકેટ ગુમાવી 19મી ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. શ્રીલંકાની જીતનો હીરો ધનજંય ડીસિલ્વા રહ્યો જેમણે અણનમ રહી અડધી સદી ફટકારી શ્રીલંકાને જીત અપાવી હતી. ધનજંય 42 બોલમાં અણનમ 66 રનની ઈનિગ્સ રમી હતી. બોલરમાં વાનેદું હસારંગાએ 4 ઓવરમાં માત્ર 13 રન આપી 3 વિકેટ લીધી હતી.
આંકડા વરસાદના કારણે રદ્દ થયેલી મેચના કારણે મળ્યા
તમને જણાવી દઈએ કે, આ મેચમાં જીત બાદ શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાં યથાવત છે. તો અફધાનિસ્તાનની ટીમ હવે ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. અફધાનિસ્કાનની ટીમ 4 મેચમાં માત્ર 2 અંક જ મેળવી શકી હતી અને આ આંકડા પણ વરસાદના કારણે રદ્દ થયેલી મેચના કારણે મળ્યા છે આ ટૂર્નામેન્ટમાં તેની બીજી હાર છે.
શ્રીલંકાને ધનજંયે જીત અપાવી
શ્રીલંકાની શરુઆત સારી ન હતી પરંતુ તેના ઓપનર પથુમ નિસંકા માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. ધનંજય ડી સિલ્વાએ શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ ઝડપી રીતે 42 બોલમાં અણનમ 66 રનની ઇનિંગ રમી હતી. તેને ચરિત અસલંકા અને ભાનુકા રાજપક્ષેનો સારો ટેકો મળ્યો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ અને મુજીબે 2-2 વિકેટ લીધી હતી.
અફધાની બોલરો ફેલ
ગાબા પિચ પર અફઘાનિસ્તાનના બેટ્સમેનો ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઓપનરોએ 42 રનની ભાગીદારી કરી હતી પરંતુ રન બનાવવાની ગતિ ઝડપી નહોતી. ગુરબાઝના રૂપમાં અફઘાનિસ્તાનને પહેલો ફટકો લાગ્યો હતો, જે 28 રનના સ્કોર બાદ મળ્યો હતો. 11મી ઓવરમાં હસરંગાએ ઉસ્માન ગનીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઇબ્રાહિમ ઝદરાન પણ 22 રન બનાવીને આઉટ થયો હતો. નજીબુલ્લાહના 18 રન પર આઉટ થવાને કારણે અફઘાનિસ્તાનની મોટા ટોટલની આશા સમાપ્ત થઈ ગઈ હતી.
લેગ-સ્પિનર હસરંગાએ ડેથ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને શ્રીલંકાની જીત પાક્કી કરી. ટીમ ઈન્ડિયાને હવે બુધવારે બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. આ મેચ ભારત માટે ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જાય છે, તો ટીમના પાંચ મેચ પછી વધુમાં વધુ 6 પોઇન્ટ્સ થઈ શક્શે. આ છઠ્ઠા પોઇન્ટ માટે પણ ભારતે ઝિમ્બાબ્વેને હરાવવું પડશે.